નવા વર્ષથી મારૂતિની કાર મોંઘી થશે : રૉ મટીરિયલના ભાવ વધ્યા, મારૂતિ સુઝુકી જાન્યુઆરીથી પોતાની તમામ કારની કિંમતમાં વધારો કરશે

0
9

કાર માર્કેટની લીડર કંપની મારૂતિ સુઝુકી જાન્યુઆરીમાં પોતાની ગાડીઓની કિંમત વધારી દેશે. તેનું કારણ રૉ મટીરિયલમાં કિંમત વધારવાનો છે. આ કિંમત છેલ્લા એક વર્ષથી સતત વધી રહી છે. પરિણામે કાર બનાવવામાં આવતો ખર્ચ પણ વધી ગયો છે.

કંપનીનું કહેવું છે કે રૉ મટીરિયલની કિંમત વધી રહી છે. તેનાથી કારની પડતર પર અસર પડી રહી છે. ઈનપુટ પડતર વધવાને કારણે કારની કિંમત વધારવી પડી રહી છે. શેર બજારને આપવામાં આવેલી જાણકારીમાં કંપનીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે કેટલોક ખર્ચ ગ્રાહકોએ પણ ઉઠાવવો પડશે. કંપનીએ કહ્યું કે દરેક મોડલ પર અલગ અલગ કિંમત વધશે.

પોર્ટફોલિયોમાં એન્ટ્રી લેવલથી પ્રીમિયમ સેડાન પણ સામેલ

હાલ મારૂતિ સુઝીકી એન્ટ્રી લેવલની નાની કાર, જેમકે અલ્ટોથી લઈને સિયાઝ જેવી મોટી કાર વેચે છે. તેની કિંમત 3 લાખથી 12 લાખ રૂપિયાની વચ્ચે હોય છે. કંપનીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે કાર કંપનીઓ કોવિડ-19 પછી રિકવરી કરી રહી છે. નવેમ્બરમાં ઘરેલુ કારના વેચાણમાં 2.4%નો ઘટાડો નોંધાયો હતો. કુલ 1.35 લાખ કાર તેઓએ વેચી હતી. એક વર્ષ પહેલાં આ સમયગાળામાં કંપનીએ 1.39 લાખ કાર વેચી હતી.

કારના વેચાણમાં તેજી ઘટી

ભારતની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ જણાવ્યું કે તહેવારના સીઝન પછી કારના વેચાણમાં એટલી તેજી નથી આવી જેટલી કે આશા હતી. આશા છે કે આવનારા દિવસોમાં જેમ જેમ ઈકોનોમી સુધરશે અને વિકાસની ગતિ વધશે, કારના વેચાણમાં સુધારો આવી શકે છે.

કંપનીના કાર્યકારી નિર્દેશક શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે ઓટો ઈન્ડસ્ટ્રીને એવું લાગી રહ્યું હતું કે ગ્રાહકોનો રસ ઘટ્યો છે અને તેથી કારના બુકિંગ અને ઈન્કવાયરીમાં ઘટાડો આવશે. એવું થયું પણ, પરંતુ બુકિંગ અને ઈન્કવાયરીમાં એટલો ઘટાડો ન હતો જેટલી કે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ડિસેમ્બરનો મહિનો યોગ્ય રહેવો જોઈએ

શ્રીવાસ્તવે કહ્યું કે બુકિંગ અને પૂછપરછને જોતા ડીલર્સ અને નિર્માતાઓમાં ઓછા સ્ટોક લેવલની દ્રષ્ટીએ ડિસેમ્બર ઠીક રહેવો જોઈએ. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોશિએશન મુજબ, આ વર્ષે નવેમ્બરમાં પેસેન્જર્સ વ્હીકલ રિટેઈલ સેલ્સમાં 4.17%નો વધારો જોવા મળ્યો અને આ 2.91 લાખ સુધી પહોંચી ગઈ. દિવાળી-ધનતેરસની અવધિમાં નવેમ્બર 2019માં 2 લાખ 79 હજાર 365 યુનિટ્સનું વેચાણ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here