નિસાન મેગ્નાઈટથી લઈને મહિન્દ્રા XUV 300 સુધી, 8 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં એવેલેબલ છે આ 8 ટર્બો-પેટ્રોલ કાર.

0
16

નવા એમિશન નોર્મ્સ લાગુ થયા બાદ મોટા ભાગના નિર્માતાઓએ નિયમોનું પાલન કરી એન્જિન સાઈઝ નાની કરવાનો નિર્ણય લીધો છે. તે પર્યાવરણ અને કાર નિર્માતા બંને માટે સારો છે કારણ કે નાનું એન્જિન સારી ફ્યુલ એફિશિયન્સી આપે છે.

જોકે, નાનાં એન્જિનમાં ઓછો પાવર હોય છે. તેનાં સમાધાન તરીકે નિર્માતાઓએ ટર્બો એન્જિન તરફ પ્રયાણ કર્યું છે. ટર્બો એન્જિન રેગ્યુલર એન્જિનની સરખામણીએ વધારે પાવરફુલ હોય છે. આ સમયે કોમ્પેક્ટ કારમાં પણ ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મળી રહ્યું છે. અહીં અમે ટર્બોચાર્જ્ડ પેટ્રોલ કારનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેની કિંમત ભારતીય માર્કેટમાં 8 લાખ રૂપિયા કરતાં પણ ઓછી છે. જુઓ લિસ્ટ…

ફોક્સવેગન પોલો ટર્બો એડિશન (Volkswagen Polo Turbo Edition)

તાજેતરમાં જ કંપનીએ આ કારને રજૂ કરી છે અને તેની સાથે જ તે અફોર્ડેબલ ટર્બો પેટ્રોલ કારના લિસ્ટમાં સામેલ થઈ છે. તેની X-શૉ રૂમ કિંમત 6.99 લાખ રૂપિયા છે. આ એકમાત્ર ટર્બો પેટ્રોલ વેરિઅન્ટ છે, જેની કિંમત 8 લાખ રૂપિયાની અંદર છે. કારનું 1.0 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન 110 PS અને 175Nmનો પાવર આઉટપુટ જનરેટ કરે છે. તે 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે અટેચ છે.

 નિસાન મેગ્નાઈટ ટર્બો (Nissan Magnite Turbo)

ફોક્સવેગન પોલો ટર્બો એડિશન લોન્ચ થતાં પહેલાં નિસાન મેગ્નાઈટ ભારતમાં સૌથી સસ્તી ટર્બો પેટ્રોલ કાર હતી. મેગ્નાઈટ ટર્બો XL MTની કિંમત 6.99 લાખ રૂપિયા છે. આ સિવાય, XV ટર્બો MT (કિંમત 7.68 લાખ રૂપિયા) અને XL ટર્બો CVT (કિંમત 7.89 લાખ રૂપિયા) પણ 8 લાખ રૂપિયાના ઓછાં પ્રાઈઝ સેગમેન્ટમાં છે. તેનું 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન 100 PS અને 160 Nmનું પાવર આઉટપુટ જનરેટ કરે છે. (તમામ કિંમતો, x શૉ રૂમ)

  રેનો કિગર (Renault Kiger)

રેનો કિગર સબ-4 મીટક SUV સેગમેન્ટમાં લેટેસ્ટ મોડેલ છે. કારની પોતાની અન્ડરપિનિંગ્સ અને પાવરટ્રેનને નિસાન મેગ્નાઈટ સાથે શેર કરે છે. કારના બે ટર્બો-પેટ્રોલ વેરિઅન્ટ્સની કિંમત 8 લાખ રૂપિયાથી ઓછી છે, જેમાં RXL ટર્બો MT (કિંમત 7.14 લાખ રૂપિયા) અને RXT ટર્બો MT (7.60 લાખ રૂપિયા) સામેલ છે. કિગરનું ટર્બોચાર્જ્ડ એન્જિન 98.3bph અને 160nmનો પાવર આઉટપુટ જનરેટ કરે છે. (તમામ કિંમતો, એક્સ-શોરૂમ)

ટાટા અલ્ટ્રોઝ આઈટર્બો (Tata Altroz iTurbo)

ટાટાએ તાજેતરમાં અલ્ટ્રોઝ પ્રીમિયમ હેચનું ટર્બો પેટ્રોલ વર્ઝન રજૂ કર્યું છે. અલ્ટ્રોઝ iTurbo XT (7.73 લાખ રૂપિયા) વર્તમાનમાં કારનું એકમાત્ર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ વર્ઝન છે, જેની કિંમત વર્તમાનમાં 8 લાખ રૂપિયાથી ઓછી છે. કારનું ટર્બોચાર્જ્ડ એન્જિન 110ps અને 140nmનો પાવરઆઉટપુટ જનરેટ કરે છે. (બંને કિંમતો, એક્સ-શોરૂમ)

 હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 નિઓસ ટર્બો (Hyundai Grand i10 Nios Turbo)

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 નિઓસ ટર્બોમાં 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળે છે, જે 100ps અને 172nmનો ટોર્ક જનરેટ કરે છે. 8 લાખ રૂપિયાથી ઓછી પ્રાઈસ બેન્ડમાં કારનું સ્પોર્ટ્સ ટર્બો વેરિઅન્ટ ખરીદી શકાય છે જેની કિંમત 7.81 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

 ટાટા નેક્સન (Tata Nexon)

ટાટા નેક્સનને 1.2 લિટર ત્રણ સિલેન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનની સાથે રજૂ કરવામાં આવી છે, જે 170nmનો પીક ટોર્ક અને 120psનો પાવર આપે છે. વર્તમાનમાં આ કારની કિંમત 7.09 લાખ રૂપિયાથી 12.79 લાખ રૂપિયાની વચ્ચે છે, પરંતુ માત્ર બે ટર્બો પેટ્રોલ વેરિઅન્ટ્સને 8 લાખ રૂપિયાના પ્રાઈસ બેન્ડમાં ખરીદી શકાય છે, જેમાં એક્સઈ (કિંમત 7.10 લાખ રૂપિયા) અને એક્સએમ (કિંમત 7.99 લાખ રૂપિયા) સામેલ છે. (તમામ કિંમતો એક્સ-શોરૂમ).

સ્કોડા રેપિડ (Skoda Rapid)

સ્કોડા રેપિડ ભારતમાં સૌથી સસ્તી સી-સેગ્મેન્ટ સેડાન છે અને તેને એકમાત્ર 1.0 લિટર TSI એન્જિન સાથે રજૂ કરવામાં આવી છે, તે 110 PS/ 175Nm પર પાવર આઉટપુટ જનરેટ કરે છે. કારના રાઇડરની વેરિઅન્ટની કિંમત 7.79 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે અને તેને માત્ર 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. આ સ્કોડા રેપિડ એકમાત્ર વેરિઅન્ટ છે જેની કિંમત 8 લાખ રૂપિયાથી ઓછી છે.

 મહિન્દ્રા XUV 300 (Mahindra XUV300)

મહિન્દ્રા XUV 300ને 1.2 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરવામાં આવી છે. તે 110PS/ 200Nmનો પાવર આઉટપુટ જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ એન્ટી AT કે એક ઓપશનલ AMTના ઓપશન અવેલેબલ છે. 8 લાખ રૂપિયાથી ઓછી પ્રાઈઝ બેન્ડમાં XUV માત્ર એન્ટ્રી-લેવલ W4 વેરિઅન્ટ ખરીદી શકે છે. તે હાલ 7.95 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)ના બેઝ પ્રાઇસ પર અવેલેબલ છે.

ટર્બોચાર્જ્ડ ટેક્નિક શું છે?

ટર્બોચાર્જ્ડ એક એવી ટેક્નિક છે, જે એન્જિનની અંદર હવા અને દબાણ વધારે છે. એન્જિનનાં ચેમ્બરમાં હવાને વધારે દબાવાનો અર્થ છે કે ચેમ્બરમાં ફ્યુલ માટે વધારે જગ્યા મળી જાય છે અને વધારે ફ્યુલ એટલે વધારે પાવર જનરેટ થવો. તેનાથી એન્જિન પર્ફોર્મન્સ વધી જાય છે. એક સામાન્ય એન્જિનની સરખામણીમાં આ ઘણું વધારે આઉટપુટ આપે છે. જો કે, સામાન્ય એન્જિનમાં હવાનો ફ્લો વાતાવરણ પર નિર્ભર કરે છે. તે ટર્બોચાર્જ્ડ એન્જિનથી એકદમ અલગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here