શ્રાવણનાં છેલ્લા સોમવારે સુરતમાંથી 2000 મહિલાઓની કાવડ યાત્રા નીકળી

0
33

સુરત : સુરતમાં પવિત્ર શ્રાવણ માસનાં છેલ્લા સોમવારે મહિલા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં મહિલાની કાવડ યાત્રા માત્રા સુરતમાંથી જ નીકળે છે. જેમાં 2000 મહિલાઓ ભાગ લીધો છે. સુરતનાં વરાછામાં આવેલા નીલકંઠ મહાદેવ વરાછા વિસ્તારથી આ કાવડ યાત્રા નીકળી છે.

વરાછાનાં નીલકંઠ મહાદેવ ખાતે ભેગી થયેલી 2000 જેટલી મહિલાઓ સમાન રંગનાં કપડામાં જોવા મળી રહી છે.

મહિલાઓએ હર હર ભોલેનાં નાદથી આખા વાતાવરણને પવિત્ર કરી દીધું છે. આ મહિલાઓ ઉત્સાહભેર પ્રભુનાં નામ લઇને પ્રભુ ભક્તિમાં લીન થઇ ગઇ છે.

આ કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં અન્ય લોકો પણ જોડાયા છે.

કાડવ યાત્રા એટલે ખભા ઉપર લાકડી કે વાંસ રાખીને તેના બન્ને છેડે જોળી બનાવી તેમા માટલી મુકીએ તેને કાવડ કહેવાય. જે રીતે શ્રવણ કુમારે તેના અંઘ માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવી હતી. તે જ કાવડ. કહેવાય છે કે સર્વ પ્રથમ પરશુરામે શિવને પ્રસન્ન કરવા કાડવ યાત્રાની શરૂઆત કરી હતી.