વિસનગર : રામપુરા-કાંસાની સીમમાંથી 3.46 લાખની મત્તા સાથે 6 જુગારી ઝડપાયા

0
6

મહેસાણા. વિસનગર એલસીબી પોલીસે વિસનગરના રામપુરા-કાંસા ગામની સીમમાં રેડ કરી 6 જુગારીને ઝડપી લીધા હતા, જ્યારે ચાર ફરાર થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી જુગાર સાહિત્ય મુદ્દામાલ કબજે લઇ તમામ સામે ગુનો નોંધ્યો છે. રામપુરા-કાંસાની સીમમાં કૂવાની બાજુમાં ઓરડી પાસે લીમડાના ઝાડ નીચે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની મળેલી બાતમી આધારે પાલીસે રેડ કરી છ શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે ચાર ફરાર થઇ ગયા હતા. પોલીસે સ્થળેથી જુગાર સાહિત્ય તેમજ રૂ.18050 રોકડ, 8 મોબાઇલ અને 8 બાઇક મળી રૂ.3.46 લાખનો મુદ્દામાલ કબજે લઇ કુલ 10 શખ્સો વિરુધ્ધ ગુનો દાખલ કરાયો હતો. લોકડાઉન હોવાથી જાહેરનામું પ્રસિદ્ધ થયેલ હોવાથી વિરુદ્ધ જાહેરનામાના ભંગની પણ અલગ ફરિયાદ નોંધાઇ છે.

ઝડપાયેલા શખ્સો 

  • 1. સથવારા હાર્દિક વાડીલાલ
  • 2. પટેલ મિતુલ રાજુભાઇ
  • 3.પટેલ વિપુલ મહેન્દ્રભાઇ
  • 4. રાવત વિમલ રાજેશભાઇ
  • 5. પટેલ મેહુલ ભરતભાઇ
  • 6. પટેલ ઉજ્જેન ઇશ્વરભાઇ

ફરાર શખ્સો 

  • 1.પટેલ સાજન વિજયકુમાર
  • 2.પટેલ કાૈશલ વિજયકુમાર
  • 3.પટેલ સાવન ભરતભાઇ
  • 4.પરમાર રજનીકાન્ત રમેશભાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here