રાજકોટ : રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં સમાવેશ, છૂટછાટ વધુ મળશે: મ્યુનિ. કમિશનર

0
13

રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓરેન્જ ઝોનમાં પ્રમાણમાં છૂટછાટ વધુ મળશે. રાજકોટમાં કોરોના વાઇરસને કાબૂ કરવા પર સફળતા મળી છે. વિદેશથી કોરોના વાઇરસનો ચેપ લઇ આવેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાચા કોન્ટેક્ટ ટ્રેસીંગ અને ટ્રેકીંગની કામગીરી કરવામાં આવી છે. આજે રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં પણ પ્રમાણમાં કેસ ઓછા જોવા મળી રહ્યા છે.

રાજકોટમાં 123 સેમ્પલમાંથી 92 નેગેટિવ 31ના રિપોર્ટ બાકી

રાજકોટમાં 123 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 92 લોકોને નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે 31 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. 123માંથી 73 રાજકોટ શહેરના, 43 ગ્રામ્યના અને 3 અન્ય જિલ્લાના કેસનો સમાવેશ થાય છે. 4થી 9 વર્ષની ઉંમરના 13 બાળકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ આંકડા મનપાએ સત્તાવાર યાદીમાં જાહેર કર્યા છે.

સરકારી કર્મચારીઓએ ડીએ ન મળતા મીણબતી સળગાવી વિરોધ કર્યો

ડીએ ન મળતા સરકારી કર્મચારીઓએ મીણબત્તી પેટાવી વિરોધ કર્યો

કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના ડીએ બંધ કરવાના મામલે સરકારી કર્મચારીઓ મનપા ખાતે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારી મંડળના હોદ્દેદારોએ મીણબત્તી પેટાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. હાલની પરિસ્થિતિ મુજબ હડતાળ કરવાના બદલે પોતાની ફરજ બજાવશે. જ્યારે લોકડાઉન પૂર્મ થયા બાદ કર્મચારીઓ ઉગ્ર વિરોધ કરશે.રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં જ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. બહાર ગામ જવા માટે પરમિશન માટે લોકોની લાઈનો લાગી છે.  સુરક્ષા કર્મીઓની હાજરીમાં સોસિયલ ડિસ્ટરન્સનો અભાવ જોવા મળ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here