ફોક્સવેગન વેન્ટોથી લઇને મારુતિ સિયાઝ સુધી આ મહિને 7 સિડેન પર ₹1.95 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, સૌથી સસ્તાં મોડેલની કિંમત ₹5.39 લાખ

0
0

ઇન્ડિયન ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી અત્યારે રિકવરી મોડમાં છે. ગયા વર્ષથી જ માર્કેટ મંદીમાંથી પસાર થઈ રહ્યું હતું અને આ વર્ષે વસ્તુઓ સંપૂર્ણ નવા સ્તરે પહોંચી ગઈ છે. જ્યારે પહેલીવાર લોકડાઉન અમલમાં આવ્યું ત્યારે ઓટોમોબાઇલનું વેચાણ ઝીરો થઈ ગયું હતું, પરિણામે એપ્રિલ 2020 દરમિયાન શૂન્ય વેચાણ થયું. ત્યારથી, કારમેકર્સ વેચાણ વધારવા નિતનવી ઓફર્સ લાવી રહી છે. રસપ્રદ વાત એ છે કે ભારતીય બજારમાં હાલ સિડેનમાં સબ-4-મીટર SUV કરતાં વધુ ડિસ્કાઉન્ટ અને વધુ સારી ઓફર આપવામાં આવી રહી છે. જો કે, સમય જતાં નાની SUVની લોકપ્રિયતા વધી રહી છે. પરંતુ હજી પણ ઘણા લોકો એવા છે જે સિડેન ખરીદવાનું પસંદ કરે છે. જેનું મુખ્ય કારણ કદાચ તેનો એરોડાયનેમિક શેપ અને સ્પોર્ટી ડિઝાઇન પણ હોઈ શકે છે. આ સિવાય સારું પ્રદર્શન, ફ્યુલ એફિશિયન્સી અને અફોર્ડેબિલિટી પણ અન્ય કારણો છે. જો તમે પણ આ મહિનામાં સિડેન ખરીદવાનું વિચારી રહ્યા હો તો અમે આવી સિડેનનું લિસ્ટ તૈયાર કર્યું છે જેની પર આ મહિનામાં સૌથી વધુ છૂટ આપવામાં આવી રહી છે.

1. ફોક્સવેગન વેન્ટો (Volkswagen Vento)
પ્રારંભિક કિંમતઃ 8,93,500 રૂપિયા (દિલ્હી, એક્સ-શોરૂમ)
ટોટલ ડિસ્કાઉન્ટ: 1.95 લાખ રૂપિયા સુધી

ફોક્સવેગન વેન્ટોના ટોપ-એન્ડ ‘હાઈલાઈન પ્લસ’ ટ્રીમ પર રૂ. 1.10 લાખનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જ્યારે મિડ-સ્પેક ‘કમ્ફર્ટ-લાઇન પ્લસ’ ટ્રીમ પર 1.60 લાખ રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કેશ ડિસ્કાઉન્ટ ઉપરાંત 10 હજાર ટેક્સનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ સિલેક્ટેડ ટ્રીમ પર અને 25 હજારનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. જો કે, આ ઓફર ફક્ત મેન્યુઅલ વેરિઅન્ટ્સ પર જ ઉપલબ્ધ છે.

2. ટોયોટા યારિસ
પ્રારંભિક કિંમત: 8,86,000 રૂપિયા (દિલ્હી, એક્સ-શોરૂમ)
ટોટલ ડિસ્કાઉન્ટ: 60 હજાર રૂપિયા સુધી

વર્ષ 2018માં લોન્ચ થયા બાદ ટોયોટા યારિસનું ભારતમાં વેચાણ હંમેશાં ધીમું રહ્યું છે. જો કે, તે એકદમ સારી સેડાન છે, જે ઘણા બધા કમ્ફર્ટ ફીચર્સથી સજ્જ છે. યારિસ તરફ વધુ ખરીદદારો આકર્ષવા માટે ટોયોટા 20 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 20 હજાર સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે.

3. ટાટા ટિગોર
પ્રારંભિક કિંમત: 5,39,000 લાખ રૂપિયા (દિલ્હી, એક્સ-શોરૂમ)
ટોટલ ડિસ્કાઉન્ટ: 37 હજાર રૂપિયા સુધી

ટિગોર અત્યારે ટાટા લાઇનઅપમાં એકમાત્ર સિડેન છે અને પેરેગ્રિનના લોન્ચ સુધી તે રહેશે. વર્ષની શરૂઆતમાં ટિગોરમાં એક મિડ-લાઇફ ફેસલિફ્ટ આવ્યું હતું, જેમાં એક્સટિરિયર ડિઝાઇનમાં ઇમ્પેક્ટ 2.0 ફિલોસોફી જોવા મળી. ટાટા ટિગોર પર કંપની 15 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 7 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સિવાય કંપની આના પર 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે.

4. મારુતિ સુઝુકી ડિઝાયર
પ્રારંભિક કિંમત: 5,89,000 લાખ રૂપિયા (દિલ્હી, એક્સ-શોરૂમ)
ટોટલ ડિસ્કાઉન્ટ: 55 હજાર રૂપિયા સુધી

દેશની સૌથી મોટી કાર કંપનીઓમાંની એક મારુતિ સુઝુકી ઇન્ડિયન કાર માર્કેટમાં મોટાભાગનો ભાગ નિયંત્રિત કરે છે. આ વર્ષની શરૂઆતમાં કંપનીની સૌથી સસ્તી સિડેન ડિઝાયરમાં નાના ફેરફારો કરવામાં આવ્યા છે, અને તે પહેલેથી જ 10,000 રૂપિયાના કેશ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. પ્રિ-ફેસલિફ્ટ મોડેલ્સ હજી પણ સિલેક્ટેડ ડીલરશિપ પર સ્ટોકમાં હોઈ શકે છે, જેના પર 25 હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, 25 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ બંને ફેસલિફ્ટ અને પ્રિ-ફેસલિફ્ટ મોડલ્સ પર આપવામાં આવી રહ્યું છે.

5. મારુતિ સુઝુકી સિયાઝ
પ્રારંભિક કિંમત: 8,31,974 રૂપિયા (દિલ્હી, એક્સ-શોરૂમ)
ટોટલ ડિસ્કાઉન્ટ: 35 હજાર રૂપિયા સુધી

મારુતિ સુઝુકી સિયાઝ એ ભારતની સૌથી લોકપ્રિય C-સેગમેન્ટ સિડેનમાંની એક છે. તેમાં સારી એવી સ્પેસ મળે છે. તેમજ, તે પાવરફુલ અને ફ્યુલ એફિશિયન્ટ પણ છે. વધુ ગ્રાહકોને આકર્ષવા અને સિયાઝનું વેચાણ વધારવા માટે કંપની 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સિવાય, 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

6. હોન્ડા અમેઝ
પ્રારંભિક કિંમત: 6,17,000 રૂપિયા (દિલ્હી, એક્સ-શોરૂમ)
ટોટલ ડિસ્કાઉન્ટ: 27 હજાર રૂપિયા સુધી

ભારતમાં હોન્ડાની સૌથી વધુ વેચાતી કાર અત્યારે અમેઝ છે. ગયા મહિને આ કારનાં 4 લાખ યૂનિટ્સ (2013માં લોન્ચ થયા પછી કુલ મળીને)વેચાયાં. અત્યારે હોન્ડા આની પર કોઈ કેશ ડિસ્કાઉન્ટ નથી આપી રહી. પરંતુ ગ્રાહકો ચોથા અને પાંચમા વર્ષ માટે ફ્રી વોરંટી મેળવે છે, જેની કુલ કિંમત રૂ. 12,000 છે. આ સિવાય, તેના પર 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ ઉપલબ્ધ છે.

7. હ્યુન્ડાઇ ઓરા
પ્રારંભિક કિંમત: 5,79,900 રૂપિયા (દિલ્હી, એક્સ-શોરૂમ)
ટોટલ ડિસ્કાઉન્ટ: 20 હજાર રૂપિયા સુધી

આ વર્ષની શરૂઆતમાં હ્યુન્ડાઇએ Xcent (જે હવે માત્ર ફ્લીટ કાર તરીકે અવેલેબલ છે)ના રિપ્લેસમેન્ટ તરીકે ઓરા લોન્ચ કરી હતી. હ્યુન્ડાઇ ઓરા ગ્રાન્ડ i10 નિઓસ પર બેઝ્ડ છે, જે પ્લેટફોર્મ અને એન્જિનને એકબીજા સાથે શેર કરે છે. દુર્ભાગ્યે સિડેન વેચાણના સંદર્ભમાં વધુ કામ કરી નથી, જેનું મુખ્ય કારણ બજારમાં મંદી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે કંપની ઓરા પર કોઈ કેશ ડિસ્કાઉન્ટ નથી આપી રહી. જો કે, તેમાં 15 હજારનું એક્સચેન્જ બોનસ છે અને તેમાં 5 હજારનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here