ટાઈમ મેગેઝિનમાંથી…:અમેરિકા : પુરુષની સરખામણીએ મહિલા ખેલાડીઓને સુવિધાનો અભાવ

0
4

અમેરિકાની સૌથી મોટી કોલેજ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ એનસીએએ માર્ચ મેડનેસની શરૂઆત થઇ ચૂકી છે. પણ તેની સાથે વિવાદે પણ માથુ ઉચક્યું છે. એનસીએએ માર્ચ મેડનેસમાં પુરુષની સાથે મહિલાઓની પણ ટુર્નામેન્ટ થાય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ વીડિયો અને પોસ્ટમાં મહિલા ખેલાડીને મળેલ સાધનો અને સુવિધાઓ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. પુરુષ ખેલાડીઓનું બાયો-બબલ ઇંડિયાનાપોલિસ અને મહિલાઓનું સૈન એંટોનિયોમાં છે.

યુનિવર્સિટી ઓફ ઓરેગનની ફોરવર્ડ સેડોના પ્રિંસે વેટ રૂમની તુલના કરતા વીડિયો શેર કર્યો છે. મહિલાઓની ટીમોને ઓછા વજનવાળા ડંબલનું એક નાનું રૈક મળ્યું છે. તો પુરુષ ખેલાડીઓને બધી જ સુવિધા આપવામાં આવી છે. પ્રિંસે લક્યું છે કે આ 2021 છે. અમારે હજુ નાની-નાની વસ્તુઓમાં સમાનતા માટે લડવું પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here