અમદાવાદ : આજથી શહેર ફરી એક વખત ધબકતું થયું, વેપાર-ધંધા-ઓફિસો, બસ સેવા સહિતના રોજગાર ધંધા શરૂ

0
0
  • આજે સવારથી જ AMTS-BRTS બસ સેવા શરૂ થઈ ગઈ હતી
  • કન્ટેનમેન્ટ ઝોન સિવાય બસ સેવાઓ 50 ટકા કેપેસિટી સાથે દોડતી થઈ છે
  • સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બંને સાથે શહેરજનો કામે વળગતા જોવા મળ્યાં છે

અમદાવાદ. શહેર આજથી ફરી એક વખત ધબકતું થયું છે. આજથી શહેરમાં તમામ વેપાર- ધંધા-ઓફિસો, બસ સેવા સહિત તમામ રોજગાર ધંધા શરૂ થતાં અમદાવાદ ફરી એકવાર પહેલા જેવું જોવા મળી રહ્યું છે. આજે સવારથી જ AMTS-BRTS બસ સેવા શરૂ થઈ ગઈ હતી. લોકો રોડ પર માસ્ક પહેરેલા જોવા મળ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બંને સાથે શહેરજનો કામે વળગતા અલગ જ ચિત્ર અમદાવાદનું જોવા મળ્યું છે. કન્ટેનમેન્ટ ઝોન સિવાય બસ સેવાઓ 50 ટકા કેપેસિટી સાથે દોડતી થઈ છે. ST બસમાં પણ 60 ટકા લોકો જ બેસે તેવી વ્યવસ્થા કરી બસ શરૂ થઈ ગઈ છે. બીજીતરફ સુભાષબ્રિજ BRTS તેમજ રાણીપ બસ સ્ટેન્ડ પરથી આજે સવારે એસટી બસ સેવા શરૂ થઈ છે. ઓછી સખ્યામાં બસો દોડતી થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here