હવામાન વિભાગની આગાહી : આજથી પવનનું જોર વધતાં ઠંડીમાં વધારો થશે.

0
9

રાજસ્થાનનાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં સાયકલોનિક સરક્યુલેશન સર્જાયુ છે, જેની અસરોથી આગામી બે દિવસો દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં સરહદી વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તેમજ આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદના તાપમાનમાં સામાન્ય વધારો ઘટાડો થવાની શક્યતા છે, જેમાં રવિવારે અમદાવાદમાં ઠંડીમાં સામાન્ય ‌વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

વાતાવરણ વાદળછાયું રહેશે

શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ રહ્યું હતું. રવિવારે ફરી ઠંડા પવનોનું પ્રમાણ વધતાં શહેરમાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. 7 જાન્યુઆરી સુધી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

કયાં કેટલી ઠંડી નોંધાઈ

અમદાવાદ – 16.8
નલિયા – 3.3
કેશોદ – 8.3
ભુજ – 9.4
રાજકોટ – 9.7
કંડલા – 10.0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here