ગુજરાત : કાલથી રાજ્યમાં ગરીબોને મફતમાં અનાજ કીટ અપાશે, રાશનકાર્ડ નહીં હોય તેમને 4 એપ્રિલથી વિતરણ કરાશે

0
6
  • રાજ્યમાં અનાજ દળવાની ઘંટીઓ ચાલુ રખાશે
  • રાશનકાર્ડ નહીં હોય તેમને 4 તારીખની અનાજ કીટ અપાશે
  • રાજ્યમાં આજે વધુ બે પોઝિટિવ કેસ સાથે કોરોનાના 73 દર્દી, 6ના મોત
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 1396 સેમ્પલનું ટેસ્ટિંગ: 1322 નેગેટીવ, 73 પોઝિટિવ અને 1 પેન્ડિંગ
  • 55થી 60 વર્ષના ત્રણ દર્દી સાજા થયા
  • આજના નવા બન્ને પોઝિટિવ કેસ અમદાવાદ શહેર અને જિલ્લાના
  • લોકડાઉનનો ચુસ્તપણે અમલ અત્યંત અનિવાર્ય: જયંતિ રવિ

ગુજરાતમાં બે નવા પોઝિટિવ કેસની સાથે  અત્યારસુધીમાં કોરોના પોઝિટિવના 73 દર્દી નોંધાયા છે. જ્યારે કુલ 6 લોકોના મૃત્યુ થયા છે. જોકે આ બધાની વચ્ચે સારા સમાચાર એ પણ છેકે, કોરોના પોઝિટિવના ચાર દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. જેમાં 3 દર્દીઓની ઉમર 55થી 60 વર્ષની છે. જેમને રજા આપી દેવામાં આવી હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. અરવલ્લીની રતનપુર બોર્ડર પર રાજસ્થાન પોલીસે શ્રમિકોને જવા ન દેતા તેમની હાલત દયનીય થઈ ગઈ છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, લોકડાઉનના પગલે આવતીકાલથી રાજ્યના ગરીબોને અનાજનું વિતરણ કરવામાં આવશે. શ્રમિકોને મફતમાં અનાજની કીટ આપવામાં આવશે. જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને 4થી તારીખથી અનાજ કીટનું વિતરણ કરવામાં આવશે.

ગુજરાત અપડેટ

અમદાવાદના નિકોલમાં શાકભાજીની લાળી ઉંધી કરનાર પીઆઇને સસ્પેન્ડ કરાયા

વડોદરામાં કોરોના વાઇરસથી સંપૂર્ણ સાજા થયેલા પ્રથમ દર્દીને રજા આપવામાં આવી.

અરવલ્લીની રતનપુર બોર્ડર પર શ્રમિકો ફસાયા, રાજસ્થાન પોલીસે જવા ન દેતા હાલત દયનીય

રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત અને ગાંધાનગરમાં સર્વેલન્સ સઘન બનાવાયું

રાજકોટમાં કરોનાના 16 જેટલા શંકાસ્પદ દર્દીઓના બ્લડ નમૂના પરિક્ષણ અર્થે મોકલાયા

રાજકોટમાં લોકોમાં કોરોનાની ગંભીરતા અંગે જાગૃતિ લાવવા પોલીસે ગીત બહાર પાડ્યું

સુરતના રાંદેરમાં પોઝિટિવ કેસ મળ્યા બાદ લોકડાઉનની અસર, બહાર નીકળતા લોકોની સંખ્યા પણ ઘટી

આવતીકાલથી ગરીબોને મફતમાં અનાજ કીટનું વિતરણઃ મુખ્યમંત્રી સચિવ

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, લોકડાઉનના પગલે આવતીકાલથી રાજ્યના ગરીબોને અનાજનું વિતરણ કરવામાં આવશે. શ્રમિકોને મફતમાં અનાજની કીટ આપવામાં આવશે. આ માટે એક કિમટીની રચના કરવામાં આવી છે. જે વ્યવસ્થા પર દેખરેખ રાખશે. રેશનકાર્ડ ધારકોને ફોન કરીને બોલાવવામાં આવશે. દુકાનદાર અને કમિટી ભીડ ન થાય એટલા માટે 25-25ને ફોન કરીને બોલાવશે. આ ઉપરાંત જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને 4થી તારીખથી અનાજ કીટનું વિતરણ કરવામાં આવશે.

ત્રણ સાજા થયેલા દર્દીઓની ઉમર 55-60 વર્ષની

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે બે નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. બન્ને કેસ અમદાવાદના છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 73 થઇ છે. જ્યારે 4 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે. તેમાંથી 3 દર્દીઓની ઉમર 55થી 60 વર્ષની છે. જેમને રજા આપી દેવામાં આવી છે. 741 લોકોનો સરકારી ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અલગ-અલગ જિલ્લાઓને પણ કોરોના અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩૯૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે તે પૈકી 1322 નેગેટિવ, 73 પોઝિટિવ અને એક પેન્ડિંગ કેસ છે. જિલ્લાવાર પોઝિટિવ કેસની વિગતો આપતા ડૉ. રવિ એ કહ્યું કે અમદાવાદ જિલ્લામાં 23, સુરતમાં 09,  રાજકોટમાં 10,  વડોદરામાં 09,  ગાંધીનગરમાં 11,  ભાવનગરમાં 06, ગીર સોમનાથમાં 2 અને કચ્છ,મહેસાણા અને પોરબંદરમાં જિલ્લા દીઠ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જે 73 કેસ પોઝીટીવ છે જેમાં 60 દર્દી સ્ટેબલ છે, બે વેન્ટિલેટર  પર તથા પાંચ દર્દીઓ પ્રોટોકોલ મુજબ ફરીથી ટેસ્ટ કરીને ટેસ્ટ નેગેટિવ આવતાં તેમને ડિસ્ચાર્જ પણ અપાયું છે.

ગુજરાતમાં કુલ 73 પોઝિટિવ કેસ, 6ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત
અમદાવાદ 23 03
ગાંધીનર 11 00
રાજકોટ 10 00
વડોદરા 09 00
સુરત 09 01
ભાવનગર 06 02
કચ્છ 01 00
ગીર-સોમનાથ 02 00
મહેસાણા 01 00
પોરબંદર 01 00
કુલ આંકડો 73 06

તબીબ સહિત 5ને ક્વોરન્ટીન કરાયા

સુરતના રાંદેરના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. આરોગ્ય વિભાગે  વૃદ્ધ અને તેમના સંપર્કમાં આવેલા પત્ની, સાળો, ભત્રીજો તેમજ પ્રાઈવેટ ડોક્ટર અને તેમના સ્ટાફ સહિત 5 ને ક્વોરન્ટીન કરી દીધા છે. જ્યારે આ વૃદ્ધ લોન્ડ્રી ચલાવતા હોવાના કારણે અનેક ગ્રાહકો પણ તેમના સંપર્કમાં આવ્યા હોવાથી આરોગ્ય વિભાગના તબીબોએ તેમના નામો પૂછ્યા હતા. પરંતુ તેઓ નામ જાણતા ન હોવાથી પાલિકા દ્વારા વિસ્તારમાં સર્વે શરૂ કરાવ્યો છે. જેથી સંપર્કમાં આવેલાઓ સુધી પહોંચી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here