આર્થિક પેકેજ : ઓપરેશન ગ્રીનનો દાયરો વધારી ટામેટા, ડુંગળી અને બટેટા સાથે હવે બધા જ ફ્રુટ્સ અને વેજીટેબલ્સનો સમાવેશ કરાયો

0
0

મુંબઈ. નાણામંત્રી નિર્મલા સીતારામને આર્થિક પેકેજના અંતિમ દિવસે અનેક જાહેરાતો કરી હતી. આમાં તેમણે કૃષિ ઇન્ફ્રાને એક લાખ કરોડ રૂપિયા આપ્યા સિવાય ટામેટા, ડુંગળી અને બટાટા (ટોપ)ની ખેતી માટેની યોજના ઓપરેશન ગ્રીન વિસ્તારીને તેમાં હવે તમામ પ્રકારના ફળો અને શાકભાજીનો સમાવેશ કરીને આ યોજનાને ‘ટોટલ’ કરી છે. આના માટે સરકારે રૂ. 500 કરોડ ફાળવ્યા છે.

કોને અને શું મળ્યું?
હવે ઓપરેશન ગ્રીનની અંદર ટામેટા, ડુંગળી અને બટાટા (ટોપ)થી લઈને તમામ પ્રકારના ફળો અને શાકભાજી (કુલ) નો સમાવેશ કરવામાં આવશે. આ માટે નાણામંત્રીએ આ પેકેજ ખેડૂતોને આપ્યું છે. આ પેકેજ સબસિડી તરીકે આપવામાં આવશે.

કેટલું મળ્યું?

ટોપ થી ટોટલ હેઠળ ખેડુતોને કુલ 500 કરોડ રૂપિયા મળશે.

ક્યારે મળશે?

પહેલા તે 6 મહિનાની પાયલોટ યોજના માટે હશે ત્યારબાદ તેનું વિસ્તરણ કરવામાં આવશે.

શેના માટે મળશે?

સરપ્લસ માર્કેટમાં લઇ જવા માટે પરિવહન પર 50% ભાડા અને કોલ્ડ સ્ટોરેજ પર 50% સબસિડી તરીકે આપવામાં આવશે.

આના માધ્યમથી ખેડૂતોને સારા ભાવ મળશે. બગાડ અટકશે અને તેનો સીધો ફાયદો એ થશે કે ગ્રાહકોને સસ્તા દરે ઉત્પાદનો મળશે. ખરેખર, સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે અને ખેડૂતો તેમના ઉત્પાદનો બજારમાં વેચી શકતા નથી. ખેડુતોના ખેતરોથી ઓછા ભાવે ફળો અને શાકભાજીને સુરક્ષિત રાખવાની જરૂરિયાત પર ધ્યાન આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here