મુંબઈ : બોગસ ચલણી નોટ કેસનો ફરાર આરોપી 35 વર્ષે ગુજરાતમાંથી પકડાયો

0
0

મુંબઈ:35 વર્ષ પહેલા બનાવટી ચલણી નોટ સાથે સહાર વિસ્તારમાંથી ધરપકડ કરાયા બાદ જામીન પર છૂટીને ગાયબ થનારા 28 વર્ષના એક આરોપીની મુંબઈની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાતના પાલનપુરમાંથી ધરપકડ કરી છે. આરોપી ગુજરાતમાં છુપાયો હોવાની બાતમી મળ્યાં બાદ પોલીસે તેના ગામમાં દરોડા પાડીને ધરપકડ કરી હતી અને તેને મુંબઈ લઈ આવી છે.

પાલનપુરના બદરાપુરમાંથી આરોપીની ધરપકડ કરાઈ
સહાર પોલીસે 1985માં બનાવટી ભારતીય ચલણી નોટ બજારમાં ઘુસાડવનાં આરોપસર 11 આરોપીની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓ સામે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપનામું દાખલ કરાયા બાદ લગભગ તમામ આરોપીઓને જામીન પર છોડવામાં આવ્યાં હતા. જો કે એ સમયે 28 વર્ષનો આરોપી જામીન મળ્યાં બાદ ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમના ઈન્સ્પેક્ટર વાહીજ પઢાણે આરોપીને શોધવાનું શરૂ કર્યું હતું. મહિનાઓની મહેનત બાદ આખરે પોલીસને બાતમી મળતાં પોલીસે આરોપીની ગુજરાતના પાલનપુર તાલુકના બદરાપુર ગામમાંથી ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here