દિલ્હીમાં ISનો એક આતંકી એન્કાઉન્ટર પછી ફરાર, IED વિસ્ફોટક જપ્ત : ઘટનાસ્થળે NSG કમાન્ડોને તહેનાત કરાયા

0
0

તહેવાર પર કોરોનાની સાથે હવે આતંકવાદનું જોખમ પણ વધી રહ્યું છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે એન્કાઉન્ટર પછી ઈસ્લામિક સ્ટેટ(ISIS)ના એક આતંકીને ઝડપી લીધો છે. તેની પાસેથી IED વિસ્ફોટક પણ મળ્યો છે. વિસ્ફોટકને નિષ્ક્રિય કરવામાં આવી રહ્યો છે.

ઝડપાયેલા આતંકી સાથે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલના સભ્ય
(ઝડપાયેલા આતંકી સાથે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલના સભ્ય)

 

ઝડપાયેલા આતંકીનું નામ અબૂ યૂસુફ ખાન હોવાનું સામે આવ્યું છે. પોલીસે ધૌલાકુઆં અને કરોલ બાગ વચ્ચે રિજ રોડ પર શુક્રવારે આ કાર્યવાહી કરી હતી. સ્પેશ્યલ સેલના DCP પ્રમોદ સિંહ કુશવાહે આ અંગેની માહિતી આપી છે.બુદ્ધા જયંતી પાર્કની આસ પાસ નેશનલ સિક્યોરિટી ગાર્ડના કમાન્ડોને તહેનાત કરી દેવાયા છે.

ફરાર થયેલા બીજા આતંકીની શોધખોળ ચાલુઃરિપોર્ટ મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલો આતંકી અમુક લોકોની રેકી કરી રહ્યો હતો. કાવતરામાં સામેલ અન્ય ઘણા લોકોની ટૂંક સમયમાં ધરપકડ કરી લેવાશે.મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે એન્કાઉન્ટર દરમિયાન બીજો આંતકી ફરાર થઈ ગયો, તેની શોધમાં પોલીસ ઘણા વિસ્તારોમાં રેડ પાડી રહી છે.

ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરી રહેલા સુરક્ષાદળ
(ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરી રહેલા સુરક્ષાદળ)

 

ISના કનેક્શનના આરોપમાં બેંગલુરુમાં ડોક્ટર ઝડપાયો હતો

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સોમવારે આ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલો ડોક્ટર રહમાન(28) MS રમૈયા મેડિકલ કોલેજમાં ઓપ્થોલમેલોજિસ્ટ રહી ચુક્યો છે. રહમાનની લિંક IS સાથે જોડાયેલી હોવાનો આરોપ છે. રહમાનની ધરપકડ IS સાથે જોડાયેલા એક વ્યક્તિ અને તેની પત્ની પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવી છે. પતિ-પત્ની માર્ચમાં દિલ્હીમાં ઝડપાયા હતા.

બુદ્ધા જયંતી પાર્કમાં તહેનાત સુરક્ષાદળ
(બુદ્ધા જયંતી પાર્કમાં તહેનાત સુરક્ષાદળ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here