Monday, September 20, 2021
Homeદહેગામ : આજે 4 વાગે સરકારી વહીવટી તંત્રે આપેલા બંધના એલાનને મળેલો...
Array

દહેગામ : આજે 4 વાગે સરકારી વહીવટી તંત્રે આપેલા બંધના એલાનને મળેલો સંપૂર્ણ ટેકો : પોલીસની કામગીરીથી બજારો બંધ થયા.

દહેગામ શહેરમાં આજે સરકારી વહીવટીતંત્ર આપેલા બંધના એલાનને મળ્યો સંપૂર્ણ ટેકો.
કેટલાક વેપારીઓ દુકાનો બંધ કરતા ન હતા પરંતુ પોલીસ તંત્રની સફર કામગીરીથી વેપારીઓએ દુકાનો બંધ કરી.
કોરોનાને કાબુમાં લાવવા માટે સરકારી વહીવટી તંત્રે લેવાયો આ નિર્ણય.

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ વધી જતાં સરકારી વહીવટીતંત્રએ ગઈકાલે મામલતદાર કચેરી ખાતે નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં જનતાની સુરક્ષાનું કવર એટલે કે ઘરે રહો અને સુરક્ષિત રહો તે વાક્ય ને અનુસરીને દહેગામ શહેરમાં દિન-પ્રતિદિન લગ્નની સિઝન હોવાથી લોકોની ભારે ભીડ દુકાનો પર જોવા મળતી હતી અને સંક્રમણ વધતું હતું. તેના અનુસંધાનમાં દહેગામ મામલતદાર પી.આઇ અને નગરપાલિકા ચીફ ઓફિસર અને વેપારી મહામંડળ અને મીડિયાકર્મીઓ સાથે જે બેઠક યોજાઇ હતી.

તેમાં તારીખ 13 એપ્રિલ થી ૧૮ એપ્રિલ સુધી સવારે 6 થી 4 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે અને 4 થી સવારે 6 વાગ્યા સુધી બજારો બંધ રહેશે. તેવો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આજે કેટલાક વેપારીઓ પોતાની રીતે દુકાનો બંધ કરતા ન હતા. પરંતુ પોલીસની ગાડીઓ સાથે માર્કેટ બજાર બંધ કરાવતા 4.30 વાગે વેપારીઓએ પોલીસની કામગીરીથી દુકાનો બંધ થવા પામી હતી. પરંતુ વ્યાપારીઓ માનવતા મરી પરવારી હોય તેવું દેખાઈ રહ્યું હતું. કમાવાની લ્હાયમાં કેટલાક વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખીને બેઠા હતા. પરંતુ પોલીસની વાન આવતા ટપટપ દુકાનો બંધ થવા પામી હતી. આમ આજે દહેગામ સંપૂર્ણ બંધ દેખાઈ રહ્યું હતું.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments