Monday, September 20, 2021
Homeકોરોનામાં મૃત્યુ પામેલ 7 યુવક-યુવતી સાથે 19ની સ્મશાનમાં અંતિમવિધિ
Array

કોરોનામાં મૃત્યુ પામેલ 7 યુવક-યુવતી સાથે 19ની સ્મશાનમાં અંતિમવિધિ

વિસનગર શહેરના સાર્વજનિક સ્મશાનમાં મંગળવારના રોજ અંતિમવિધિ માટે આવેલ 19 કોરોનાના મૃતદેહોમાં 40 વર્ષથી નાના સાત યુવક-યુવતીનો સમાવેશ થાય છે.એપ્રિલ માસમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલ યુવક-યુવતીઓના આટલા મૃતદેહો આવ્યા હોવાની પ્રથમ ઘટના છે. વિસનગર સાર્વજનિક સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ પામેલાની અંતિમ વિધિ કરવા માટે શહેર સહિત પંથકમાંથી તેમજ વડનગર સિવીલ અને નૂતન જનરલ હોસ્પિટલમાંથી આવે છે.

જ્યાં મંગળવારના રોજ સાર્વજનિક સ્મશાનમાં 25 મૃતદેહો અંતિમવિધિ માટે આવ્યા હતા જેમાંથી 19 મૃતદેહો કોરોનાથી મૃત્યુ પામેલના હતા નવાઇની વાત એ છે કે 19 પૈકી સાત મૃતદેહો 40 વર્ષથી નાના યુવક-યુવતીઓના હતા જેથીતેમના મોતને પગલે પરિવારોમાં શોકની છવાયો હતો. મૃતદેહોમાં વિસનગર શહેર અને તાલુકાના 12, વિજાપુરના મંડાલીના 1, વડનગરના ત્રાંસવાડના 1, કુકરવાડામાં 1, કોલવડાના 1, શોભાસણના 1, રણાસણ-1 અને ગવાડાનો એકનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments