Tuesday, September 21, 2021
Homeદિલ્હીના કેશપુરમ વિસ્તારના એક ગોડાઉનમાં ભીષણ આગ
Array

દિલ્હીના કેશપુરમ વિસ્તારના એક ગોડાઉનમાં ભીષણ આગ

નવી દિલ્હી, તા. 15 જુલાઇ 2019, સોમવાર

પાટનગર નવી દિલ્હીના કેશપુરમ વિસ્તારના એક ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી જે બુઝાવવા બાવીસ જેટલા ફાયર એંજિન કામે લાગ્યા હતા.

સવારે આઠની આસપાસ આગ લાગી ત્યારે કોઇ ફરજ પર હાજર નહોતું એટલે જાનહાનિ થઇ નહોતી. ભોંયતળિયે લાગેલી આગ જોતજોતાંમાં પહેલા અને બીજા માળે પહોંચી ગઇ હતી. બાજુમાં એક હનુમાન મંદિર આવેલું છે. ત્યાં દર્શન અને પૂજા માટે આવેલો લોકોએ હો હા મચાવી દીધી હતી.

આ મકાનમાં પગરખાં બનાવનારી કંપનીનો રબર અને પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગ વધુ ફેલાઇ હતી અને વાતાવરણમાં દુર્ગંધ ઉપરાંત શ્વાસ લેવામા તકલીફ થાય એવું વાતાવરણ સર્જાયું હતું. મકાનના બે સિક્યોરિટી ગાર્ડ તરત મકાનની બહાર આવી ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments