Friday, March 29, 2024
Homeગઢડા અને રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે પોલીસ બંદોબસ્ત...
Array

ગઢડા અને રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી યોજાઈ : 96.38 ટકા મતદાન, કાલે પરિણામ

- Advertisement -

બોટાદ જિલ્લાના ગઢડા માર્કેટિંગ યાર્ડની મુદ્દત પુરી થતા આજે ચૂંટણી યોજાઈ છે. ગઢડા માર્કેટિંગ યાર્ડમાં કુલ 16 બેઠકો આવેલી છે. જેમાં કુલ 968 મતદારો છે. જ્યારે સહકાર વિભાગની 2 બેઠકો અને વેપારી વિભાગની 4 બેઠકો કિરીટભાઈ હૂંબલની પેનલના ઉમેદવારો બિનહરીફ થયા છે. જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠક માટે 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જેનું મતદાન આજે યોજાયું છે. બીજી તરફ રાજુલા માર્કેટ યાર્ડમાં પણ 10 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. 96.38 ટકા મતદાન નોંધાયું છે.

માર્કેટ યાર્ડમાં છેલ્લા 20 વર્ષથી ભાજપ પાસે સત્તા છે

ગઢડા માર્કેટિંગ યાર્ડની સત્તા છેલ્લા 20 વર્ષથી ભાજપ પાસે છે. જે ભાજપના આગેવાન કિરીટભાઈ હુંબલના કબજામાં છે. જ્યારે આ વખતે ભાજપના જ આગેવાન અને જિલ્લા પંચાયતના સભ્ય જે.પી.ગાબાણીએ પોતાની પેનલ ઉતારી છે. ત્યારે ગઢડા ભાજપ સહકારી ક્ષેત્રમાં ભાજપનો જૂથવાદ બહાર આવ્યો છે. ગઢડા યાર્ડની ચૂંટણીમાં કિરીટભાઈ હૂંબલની પેનલમાં બોટાદ કોંગ્રેસ જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ હરજીભાઈ વાનાણી, કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય દિલુભા ગોહિલ તેમજ મશરૂભાઈ સહિતના કુલ 4 કોંગ્રેસના આગેવાનોને ખેડૂત વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે. ત્યારે સામે ભાજપના જ તે જિલ્લા પંચાયતના સદસ્ય જે.પી.ગાબાણી, મોહનભાઇ લાખાણી ધીરુભાઈ ગઢવી સહિતના ભાજપના 10 આગેવાનોએ ઉમેદવારી નોંધાવી છે

કુલ 101 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યાં

બંને પેનલો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યાં છે. પરંતુ આવતીકાલે જ ખબર પડશે કોનો વિજય થશે. કોવિડ19ની ગાઈડલાઈન મુજબ મતદારોને ફરિજિયાત માસ્ક, સેનેટાઈઝર, થર્મલ ગનથી ચેક કરી મત આપવા માટે મોકલવામાં આવી રહ્યાં છે. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સ સાથે એન્ટ્રી આપવામાં આવી રહી છે. ત્યારે મતદારો પણ વહેલી સવારથી ઉત્સાહ પૂર્વક લાંબી લાઈનો કરી મતદાન કરવા પહોંચ્યા હતાં. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયુ છે. મતદાન મથક પર 1 Dysp, 2 PI, 3 PSI, 68 કોન્સ્ટેબલ, 12 હોમગાર્ડ અને 14 GRD મળી કુલ 101 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યાં છે.

રાજુલા માર્કેટિંગ યાર્ડમાં 10 બેઠકો માટે મતદાન યોજાયું

રાજુલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું આજે મતદાન યોજાયું હતું. સવારથી જ મતદારોએ મતદાધિકારનો ઉપયોગ કરવા માટે લાઈનો લગાવી હતી. યાર્ડની 16 જેટલી બેઠકો કબ્જે કરવા ભાજપના પૂર્વ સંચદીય સચીવ હીરા સોલંકી અને કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પેનલો મેદાને ઉતારતા બંને માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની છે. ત્યારે 6 જેટલી બેઠકો ભાજપના હીરા સોલંકોએ બિનહરીફ કરાવતા બંને પક્ષો તરફથી આક્ષેપ પ્રતિઆક્ષેપના દૌર વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયુ હતું. યાર્ડની 16 જેટલી બેઠકો છે. જેમાંથી 6 જેટલી બેઠકો ભાજપ પ્રેરિત ઉમેદવારો બિન હરીફ થયા છે. જ્યારે આજે 10 જેટલી બેઠકો માટે મતદાન યોજાયું હતું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular