ગડકરીની ઓટો ઉત્પાદકોને સાંત્વના, પેટ્રોલ-ડીઝલ વાહનો બંધ નહીં થાય

0
26

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ઓટો સેક્ટરને મોટી રાહત આપી છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીમાં વાહન નિર્માતા કંપનીઓના સંગઠન SIAMની વાર્ષિક બેઠકમમાં ઓટો નિર્માતા કંપનીઓને કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલથી સંચાલિત વાહનો બંધ કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. તેઓએ જીએસટી અંગે પણ વિચાર કરવાની ખાતરી ઓટો નિર્માતાઓને આપી છે.

SIAMની વાર્ષિક બેઠકમાં ઓટો ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓ દૂર કરતાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે આજે વાયુ પ્રદુષણ મોટી સમસ્યા બની રહ્યું છે. તેને લઈને ઘણા લોકો પેટ્રોલ-ડિઝલરહી સંચાલિત ગાડીઓ બંધ કરવાની સલાહ આપી રહ્યા છે, તેઓએ કહ્યું હતું કે સરકારનો તેવો કોઈ ઈરાદો નથી. જો કે કેન્દ્રીય મંત્રીએ ઓટો નિર્માતા કંપનીઓથી વાયુ પ્રદુષણને ઘટાડવા માટે ની ટેક્નિક વિકસિત કરવા પર ભાર મુક્યો હતો.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વાર્ષિક બેઠકને સંબોધિત કરતાં કહ્યું હતું કે સડક પરિવહન મંત્રાલય આગામી ત્રણ માસમાં હાઇવેનાં 68 પ્રોજેક્ટની જાહેરાત કરશે. તેઓએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટના નિર્માણ પર આશરે રૂ.5 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે. તેમાં લાખો લોકોને પ્રત્યક્ષ -પરોક્ષરૂપે રોજગાર મળી શકશે. તેઓએ કહ્યું હતું કે આ હાઇવેના નિર્માણ માટે છેલ્લા તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. આ હાઇવે બનવાથી વાહનોની માંગ વધશે અને ઓટો સેક્ટરને ફાયદો થશે.

નવા મોટર વેહિકલ એક્ટમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરવા પર દંડની રકમમાં 10 ગણો વધારો થયા બાદ ભારે દંડ ફટકારવામાં આવ્યો હોવાના સમાચારો વચ્ચે નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે રૂપિયાની સરખામણીએ લોકોનો જીવ કિંમતી છે, વધુમાં તેઓએ કહ્યું હતું કે દારૂ પીને વાહન ચલાવનારાઓ પર તવાઈ લાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here