નિતિન ગડકરીએ નવા ટ્રાફિક નિયમોને લઇને કર્યો ખુલાસો, કહ્યુ- ‘આવક માટે દંડ નથી પરંતુ…’

0
0

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ નવા ટ્રાફિક ચલાણ નિયમોમાં પર કહ્યુ કે, ”આ લોકોની જિંદગી બચાવવા માટે બનાવવામાં આવ્યા છે.”

  • રાજ્ય સરકારને દંડ ઓછો કરવાનો અધિકાર છે, હું અપીલ કરી શકું છું: નિતિન ગડકરી
  • રસ્તા પરની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે: નિતિન ગડકરી
  • ભારતમાં દર વર્ષે રોડ દુર્ઘટના પર 1.50 લાખથી વધુ લોકો જીવ ગુમાવે છે.

રાજ્ય સરકાર દ્વારા દંડની રાશિ ઓછી કરવાના નિર્ણયમાં તેમણે કહ્યુ કે, ”હું માત્ર એટલુ જ કહીશ કે દંડની જમા રાશિ રાજ્ય સરકારને મળશે. દંડનો ઉદ્દેશ્ય લોકોમાં જાગરૂક્તા ફેલાવવાનો અને રોડ પરિવહનને સુરક્ષિત બનાવવાનો છે.”

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, ‘મુસાફરી સુરક્ષિત બનાવવો ઉદ્દેશ્ય’

તમને જણાવી દઇએ કે, ગુજરાત સરકારે દંડમાં 90% નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેટલીક અન્ય સરકાર પણ ભવિષ્યમાં આ કરવાની જાહેરાત કરી શકે છે.આ માટે નિતિન ગડકરીએ કહ્યુ કે, ”ભારતમાં દર વર્ષે 1.50 લાખથી વધારે લોકો રોડ દુર્ઘટનામાં જીવ ગુમાવે છે, જેમાં 65% લોકોની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોય છે. દર વર્ષે 2-3 લાખ લોકો રોડ દુર્ઘટનાને કારણે હેન્ડિકેપ થાય છે. અમે યુવાનોના જીવની કિંમત સમજીએ છીએ અને તેમના જીવનને સુરક્ષિત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ.”

નિતિન ગડકરી

‘રાજ્ય સરકારને અધિકાર છે, હું માત્ર અપીલ કરી શકું છુ’

કેન્દ્રીય મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા દંડની રકમ માફ કરવાના નિર્ણય પર કહ્યુ કે, ”પ્રદેશની સરકારોને તેનો અધિકાર છે. રાજ્ય સરકાર આ નિર્ણય લઇ શકે છે. મને તેનાથી કોઇ આપત્તિ નથી. જે પણ આવક થશે તે રાજ્ય સરકાર પાસે આવશે. હું માત્ર મંત્રી તરીકે અપીલ કરી શકું છું કે આ દંડની રકમ આવક માટે નથી હોતી, પરંતુ લોકોની જિંદગી બચાવવા માટેની હોય છે.”

આવક વધારવા માટે દંડ નથી વધાર્યો: નિતિન ગડકરી

કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યુ કે, ”દંડનો ઉદ્દેશ્ય આવક વધારવાનો નથી. અમે લોકો પાસેથી કોઇ દંડ વસૂલવા નથી ઇચ્છતા, રસ્તાની મુસાફરીને સરળ બનાવવા માંગીએ છીએ. રોડ દુર્ઘટનામાં ભારતનો રેકોર્ડ વિશ્વમાં સૌથી ખરાબ છે. લોકો પરિવહન માટેના નિયમોનું પાલન કરશે તો કોઇ રકમ આપવાની જરૂર નહી પડે.”

રાજ્ય સરકારે ઘટાડ્યો દંડ:

ગુજરાત સરકારની તરફથી ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘના 24 મામલામાં દંડની કિંમતમાં 90% નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પછી ઘણા રાજ્યો આ અંગે વિચાર કરી રહી છે, જ્યાં હવે મોટર વ્હીકલ એક્ટરને લઇને નોટિફિકેશન જારી નથી થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here