Monday, September 20, 2021
Homeવડોદરા : આજવા રોડ પર આવેલી બહાર કોલોનીમાં જુગાર રમતા 7 ઝડપાયા,...
Array

વડોદરા : આજવા રોડ પર આવેલી બહાર કોલોનીમાં જુગાર રમતા 7 ઝડપાયા, 3.59 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરાઃ વડોદરા શહેરના આજવા રોડ સી-142 બહાર કોલોનીમાં રહેતો અબ્દુલઅઝીઝ અબ્દુલલતીફ શેખના ઘરમાં જુગાર રમાતો હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા રીઝવાન યુસુફ શેખ (રહે. ચીતારાવાડ, સુલતાનપુરા), મહંમદજાવીદ મજમુદ્દીન મલેક (રહે. યાકુતપુરા), આસીફ રહેમાનમીયા અરબ (રહે. યાકુતપુરા), જાબીર અબ્દુલકાદર બુજુરૂગવાલા (રહે. વાડી મોગલવાડા), અબ્દુલકાદીર મહંમદહનીફ શેખ (રહે. વાડી મોગલવાડા), મહંમદસાજીદ મહેબુબમીયા સાદુવાલા (રહે. વાડી) અને સાદીક ગુલામરસુલ ડબલવાલા (રહે. હનુમાન ફળિયા, ન્યાયમંદિર)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના દાવ ઉપરથી રૂપિયા 1,10,750 રોકડા, 11 મોબાઇલ ફોન, 3 ટુવ્હિલર મળી કુલ્લે રૂપિયા 3,59,750નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments