ગજરાજા ખિજાયા : ઉત્તર પ્રદેશના એક લગ્ન પ્રસંગમા ગજરાજે આતંક મચાવ્યો

0
0

ઉત્તર પ્રદેશના એક લગ્ન પ્રસંગમા ગજરાજે આતંક મચાવ્યો હતો. અહીં અમલાપુર મલવા ગામે જાન આવી હતી. રાતના લગ્ન હતા અને વરરાજા માટે બગીની સાથે હાથી પણ બોલાવાયો હતો. જો કે લગ્નની વિધિ શરૂ થાય એ પહેલાં અચાનક જ હાથી બેકાબૂ બન્યો હતો. હાથીએ ઉત્પાત મચાવવાનું શરૂ કરતાં પાર્ટી પ્લોટમાં મહેમાનો ભાગમભાગ કરવા લાગ્યા. સૌ પ્રથમ તો ખીજાયેલા ગજરાજે મંડપ ઊંધા વાળવાનું શરૂ કરી દીધું.

મંડપ ઊંધો વાળીને હાથી પાછો વળતાં વરરાજાએ બગીમાંથી ઉતરીને દોટ મૂકી હતી. વરરાજા જ નહીં બગીવાળા પણ ભાગવા લાગ્યા. આ દરમિયાન હાથી ગાડીઓ તરફ જતો રહ્યો. જોતજોતામાં હાથીએ સૂંઢથી મારીને રમકડાંની જેમ કાર ઊંધી વાળી દીધી. કાર ઊંધી વાળ્યા બાદ હાથીએ ગામના કેટલાક મકાનોમાં પણ નુકસાન પહોંચાડ્યું છે. મહાવતથી કાબૂમાં ન આવતાં આખરે ત્રણ પોલીસ સ્ટેશનથી કાફલો બોલાવવો પડ્યો હતો. આખરે કલાકોની જહેમત બાદ પોલીસે હાથીને કાબૂમાં લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here