ગળતેશ્વર : આડા સંબંધના વહેમમાં બે જુદા જુદા સ્થળે માથાકૂટ

0
3

આડાસંબંધની તકરારમાં ગળતેશ્વર તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ ઝઘડો થયો છે. સોનીપુરામાં ચાર ઈસમોએ ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો છે. જ્યારે પાલૈયા ગામે એક વ્યક્તિને લાકડી ફટકારી છે. આ બન્ને બનાવો સંદર્ભે સેવાલીયા પોલીસે મારામારીની ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ગળતેશ્વર તાલુકાના સોનીપુરા ગામે રહેતા અર્જુન સોલંકી ગતરોજ ગામની ડેરીમાં દૂધ ભરવા જતાં હતા. આ દરમિયાન ગામમાં રહેતા રાકેશ રમેશ સોલંકીએ પોતાની ભાભીના આડા સંબંધ બાબતે અર્જુન પર ખોટો વહેમ રાખ્યો હતો. અને અર્જુનના ઘરે જઈ આ બાબતે ઠપકો કરતાં ઝઘડો થયો હતો. રાકેશે લાકડા વડે હુમલો કરતાં અર્જુન ઘવાયો હતો. આ ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા અર્જુનના મોટાભાઈ કરણ અને તેના પિતાને પણ ઉપરોક્ત રાકેશ અને તેના ભાઇ તેમજ મિત્રોએ મારમાર્યો હતો. આ અંગે અર્જુન સોલંકીએ સેવાલીયા પોલીસ મથકમાં મારમારનાર રાકેશ રમેશ સોલંકી, હરેશ રમેશ પરમાર, અતુલ રમેશ સોલંકી અને વિપુલ ઉર્ફે બુલ્લો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય બનાવ આ પંથકના પાલૈયામાં બન્યો છે. પાલૈયા ગામે રહેતા 50 વર્ષિય અર્જન ગોકળભાઈ સોલંકી ગતરોજ પોતાના ઘરે હતા. ત્યારે ગામમાં રહેતા પુનમ ચતુર સોલંકી ત્યાં આવ્યા અને અર્જનને જણાવ્યું કે તમારો દિકરો મારી પત્ની સાથે કેમ આડાસંબંધ ધરાવે છે જે વહેમ રાખી અર્જનને અપશબ્દો બોલ્યા હતા. આટલેથી વાત નહીં અટકતાં આક્રોશમાં આવેલા પુનમે લાકડી વડે અર્જન પર હુમલો કર્યો છે. આ અંગે અર્જન સોલંકીએ ઉપરોક્ત હુમલો કરનાર પુનમ સોલંકી સામે સેવાલીયા પોલીસે મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઉપરોક્ત બન્ને બનાવો સંદર્ભે આઈપીસી 323, 504, 506 (2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here