ગલી બોય ફેમ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી કોરોનાની ઝપેટમાં, ઘરે સેલ્ફ-ક્વોરન્ટિન થયા

0
3

બોલિવૂ઼માં આ અઠવાડિયામાં અત્યાર સુધી ઘણા સેલિબ્રિટિઝ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હવે તાજેતરમાં ગલી બોય ફેમ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની પુષ્ટિ સિદ્ધાંતે જાતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કરી છે. તેણે પોતાને ઘરે જ ક્વોરન્ટિન કર્યો છે. સિદ્ધાંત અત્યારે ઈશાન ખટ્ટર અને કેટરીના કેફની સાથે અપકમિંગ ફિલ્મ ‘ફોન ભૂત’નું શૂટિંગ કરી રહ્યો હતો.

સિદ્ધાંત ચતુર્વેદીએ પોસ્ટ શેર કરીને લખ્યું, ‘તમારી ચિંતાઓ માટે તમારો આભાર. મેં મારો કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું અત્યારે સ્વસ્થ મહેસૂસ કરી રહ્યો છું અને ઘરે સેલ્ફ ક્વોરન્ટિન છું. હું તમામ સાવધાનીઓ રાખી રહ્યો છું અને ડૉક્ટર્સ દ્વારા કહેવામાં આવેલા તમામ પ્રોટોકોલનું પાલન પણ કરી રહ્યો છું.’ રિપોર્ટ્સના અનુસાર, સિદ્ધાંત સંક્રમિત થવાથી અત્યારે થોડા દિવસો માટે ગુરમીત સિંહના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘ફોન ભૂત’નું શૂટિંગ બંધ કરવામાં આવ્યું છે.

આ અઠવાડિયે ઘણા સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવ્યા

સિદ્ધાંત પહેલા આ અઠવાડિયે રણબીર કપૂર, સંજય લીલા ભણસાળી, મનોજ બાજપેયી, આશિષ વિદ્યાર્થી અને તારા સુતારિયા કોરોના સંક્રમિત થઈ ગયા છે. તમામ ક્વોરન્ટિન છે અને સારવાર કરાવી રહ્યા છે. બોલિવૂડમાં કોરોના ફરીથી વકર્યો હોવાને કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઈ ફિલ્મ સિટીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન યોગ્ય રીતે કરવામાં નથી આવી રહ્યું. માસ્ક વગર લોકોને ફિલ્મસિટીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ફિલ્મસિટીની અંદર કેન્ટિન અને અન્ય જગ્યાઓ પર પણ લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા છે. મુંબઈમાં કોરોના સંક્રમણ લોકોની બેદરકારીના કારણે ફેલાઈ રહ્યું છે. તેમજ બહારથી આવનાર લોકોનું ચેકિંગ સાવધાનીથી કરવામાં નથી આવી રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here