વિધાનસભામાં આજે જામશે ઘમાસાણ, આ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આવશે સામસામે.

0
13

વિધાનસભાનું આજે એક દિવસીય સત્ર મળી રહ્યું છે. આ સત્ર સીએએ, બાળમૃત્યુ, મોંઘવારી, બેરોજગારી સહિતનો મુદ્દો ગાજશે. કોંગ્રેસ આ બધાય પ્રશ્નોને લઈને રૂપાણી સરકારને ઘેરવા સજ્જ છે. અત્યારે ગાંધીનગરમાં ભાજપ અને કોંગ્રેસી ધારાસભ્યોની બેઠક મળી રહી છે. કારણ કે, સરકાર સીએએના સર્મથનમાં પ્રસ્તાવ લાવી રહી છે. જેનો વિરોધ કરવા કોંગ્રેસ સજ્જ છે.

ગૃહમાં કોંગ્રેસ તેનો જોરદાર વિરોધ કરવા તૈયાર છે. ગૃહમાં આ મુદ્દે આજે બે કલાક સુધી ચર્ચા થશે જેમાં વિપક્ષ તડાપીડ બોલાવવા સજ્જ છે. આ તરફ, ભાજપે પણ વિરોધને ખાળવા રણનીતિ ઘડી કાઢી છે. આમ, આજે વિધાનસભાનું સત્ર તોફાની બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here