જમાલપુરના જેપી કવોટર્સમાંથી ૧૫ જુગારીઓ જુગાર રમતા ઝડપાયા

0
49

(અહેવાલ : રવિ કાયસ્થ)

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરી વધી હોય તેવું ત્યાંના સ્થાનિકોને લાગી રહ્યું છે. ચોરી, મારામારી તેમજ જુગારના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

ગઈ કાલે પણ રાતના સુમારે ગાયકવાડ હવેલી પોલીસને બાતમી મળી હતી કે જમાલપુર ચાર રસ્તા પાસે આવેલા જે. પી કવોટર્સમાં બંધ બારણે જુગાર રમાઈ રહ્યો છે. પોલીસે બાતમીના આધારે લોકેશન પર પહોંચીને જુગારીઓ પર રેડ કરી હતી. જેમાં કુલ ૧૫ જેટલા જુગારીઓ જુગાર રમતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. ગાયકવાડ હવેલી પોલીસે આરોપીઓની પાસે રહેલી જુગારની રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલને કબ્જે લઈને આગળની કાયદાકીય કાર્યવાહી શરુ કરી હતી. જેમાં પોલીસે આરોપીની ઓળખ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પકડાયેલા ૧૫ આરોપીઓ માંથી એક આરોપી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. આમ, પોલીસે તમામ ૧૫ આરોપીઓની સામે જુગારધારાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here