Friday, December 3, 2021
Homeગાંધીનગર જિલ્લાના 2 પોલીસકર્મીનું જુગારધામ પકડાયું, ગ્રામ્ય LCBએ રેડ કરી 5ની ધરપકડ...
Array

ગાંધીનગર જિલ્લાના 2 પોલીસકર્મીનું જુગારધામ પકડાયું, ગ્રામ્ય LCBએ રેડ કરી 5ની ધરપકડ કરી

જુગાર. પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતા 2 પોલીસકર્મી જુગારધામ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. જિલ્લામાં ફરજ બજાવતાં બંને પોલીસકર્મીઓ વિરૂધ્ધ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઉનાવા ગામમાં જુગારધામ પર ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ રેડ કરી હતી. રૂ. 34 હજારના મુદ્દામાલ સાથે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

3 આરોપીઓ ફરાર

પેથાપુર પોલીસ મથકમાં ડી સ્ટાફના કોન્સ્ટેબલ જયપાલસિંહ અને ગાંધીનગર હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ સામે ગુનો નોંધાયો છે. બંને પોલીસકર્મી સહિત 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments