અમદાવાદ : પોલીસકર્મીના ઘરમાં ચાલતું હતું જુગારધામ, હોટલ સિમરના માલિક સહિત આઠની ધરપકડ

0
512

અમદાવાદ શહેરમાં શાહીબાગ માધુપુરા પોલીસ લાઈન ખાતે પોલીસકર્મીના ઘરમાંથી જુગારધામ ઝડપાયું છે. પોલીસકર્મીના ભાઈ સહિત આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસકર્મીનો ભાઈ જ જુગાર રમાડતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી છે.

શહેરની માધુપુરા પોલીસ લાઈનમાં જુગાર રમાતો હોવાની બાતમી શાહીબાગ પોલીસને મળી હતી. જેને લઈને પોલીસે જુગાર રમાતા ઘરમાં રેડ કરી હતી અને જુગાર રમતા 8 આરોપીની ધરપકડ કરી 86, 020 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નીતિન સિંદે નામના હેડ કોન્ટેબલના નામનું ઘર હતું. જ્યાં જુગાર રમાતો હતો. જુગાર રમતા પકડાયેલ આરોપી પૈકી રાજેશ સીંદે પોલીસકર્મી નીતિન સીંદેનો સગો ભાઈ છે. મકાનનું રિપેરીંગનું કામ ચાલુ હોવાને કારણે મકાનની ચાવી પોલીસકર્મીએ પોતાના ભાઈને આપી હતી તેવું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

શાહીબાગ પોલીસે બાતમીના આધારે શાહીબાગ માધુપુરા પોલીસ લાઈનમાંથી જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડ્યા છે. ખુદ પોલીસકર્મીના બંધ ઘરમાં તેનો જ સગો ભાઈ રમાડતો હતો. શાહીબાગ પોલીસે તમામની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સાથે પોલીસે જાણીતી હોટલ સિમરન ફાર્મના ઐયુબખાન પઠાણની પણ પોલીસે ધરપકડ કરી છે. ઐયુબખાન પઠાણ જુગારના કેસમાં વોન્ટેડ હતો અને છેલા ઘણા સમયથી ફરાર હતો. જોકે હવે પોલીસે તેને પણ દબોચી લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here