ગેમ્સ ઓફ થ્રોન્સ અભિનેત્રી ડાયના રિંગનું કેન્સરથી નિધન

0
0

બ્રિટીશ અભિનેત્રી ડાયના રિંગ જો ટીવી સીરીઝ ધ એવેન્જર્સમાં ગુપ્ત એજેન્ટ એમ્મા પીલના રૂપમાં ૧૯૬૦ ના દાયકાની સ્ટાઈલ આઇકોન બની, તેમને ગુરુવારે દુનિયાને અલવિદા કહી દીધું છે. ડાયના રિંગનું ૮૨ વર્ષની વયે નિધન થયું છે. ડાયના કેન્સર જેવી ગંભીર બીમારી સામે જંગ લડી રહી હતી.

ડાયના રિંગના મોતના દુઃખદ સમાચાર તેની પુત્રી રશેલ સ્ટર્લિંગે આપી છે. તેમને જણાવ્યું છે કે, મારી પ્રિય માતા, આજે સવારે, ઘર પર જ પરિવારની સામે હંમેશા માટે શાંતિથી સૂઈ ગયા છે.

રશેલ સ્ટર્લિંગે હતું કે, માર્ચમાં તેમની માતાને ખબર પડી હતી કે, તેમને કેન્સર છે. તેમનો છેલ્લો મહિનો ખૂબ જ ખુશીથી પસાર કર્યો હતો. તેમને હસતા-હસતા પોતાનું અસાધારણ જીવન વિતાવ્યું હતું. ડાયનાની પુત્રીઅએ પોતાની માતાને યાદ કરતા કહ્યું છે કે, તેને બતાવવા માટે મારી પાસે શબ્દ નથી કે, હું તેમને કેટલા યાદ કરીશ.

ડાયનાએ ગેમ ઓફ થ્રોન્સમાં હાઉસ ટાઈરેલ મેટ્રિકના માલિક ઓલેના ટાઈરેલની ભૂમિકા નિભાવી હતી. ઓલેના ટાઈરેલ, જેનું નામ ધ ક્વીન ઓફ થ્રોન્સ હતું, તેને ચાહકો દ્વારા તેમની સમજશકિત માટે પ્રશંસા કરવામાં આવી હતી.

ડાયના રિંગનો જન્મ યુકેમાં થયો હતો. તેમના પિતા બિકાનેરના મહારાજાની સાથે રેલ્વે એન્જિનિયરિંગ તરીકે કામ કરતી હતી. તે ૮ વર્ષની ઉમર સુધી ભારતમાં રહી અને પછી ઇંગ્લેન્ડ ચાલી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here