Monday, December 5, 2022
Homeગુજરાતબનાસકાંઠા : દાંતા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત

બનાસકાંઠા : દાંતા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત

- Advertisement -

ટ્રેક્ટર અને બાઇક વચ્ચે થઇ અથડામણ
ટ્રેક્ટર રોડની સાઈડમાં ખેતરમાં મારી ગયું પલ્ટી
અકસ્માતમાં 2 લોકોને પહોંચી ગંભીર ઇજા

          

બનાસકાંઠા જીલ્લાના દાંતા નજીક આવેલા પુંજપુર હાઇવે માર્ગ પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બનતા ચારથી ભરેલ ટ્રેક્ટર રોડની સાઈડમાં ખેતરમાં પલ્ટી મારી ગયું હતું. આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ દાંતા તાલુકાના પૂજપુર માર્ગ પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુંજપુર હાઇવે માર્ગ પર ટેક્ટર અને બાઇક વચ્ચે અથડામણ થતાં 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ 108ને કરતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્તોને દાંતા સિવિલથી વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇ આજુ બાજુના સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular