ગણદેવી પોલીસનું વાહન ચાલકોને આપવામાં આવતા દંડ બાબતે પક્ષપાતી વલણ

0
7
ગણદેવી પોલીસનું વાહનચાલકોને  આપવામાં આવતા દંડ બાબતે પક્ષપાતી વલણ.
દંડ પેટે આપવામાં આવતી કેટલીક રસીદો લખતી વખતે નીચે કાર્બન મુકાતું ન હોવાથી ગોબચારી થતી હોવાની બુમ.
કોરોનાની મહામારી માં કોઈક ને કોઈક ગુના ના બહાને  પ્રજા ને દંડ આપતી ગણદેવી પોલીસ સરકારી આદેશ ના પાલન માત્ર ગરીબો માટે જ કરતી હોય તેમ જણાય રહ્યું છે. જમાદાર અમિત રાઠોડ અમીરોને ભલામણ ના આધારે છોડી દે છે.જ્યારે ગરીબો ને દંડ ની ભરપાઈ કરાવડાવે છે. ગણદેવી પોલીસ મથકે  હાલમાં જ ફરજ પર નિયુક્ત થયેલ અમિતભાઈ પ્રકાશભાઈ રાઠોડ નામ ના પોલીસકર્મી ગતરોજ આખો દિવસ ગણદેવી સર્કલ પાસે ઉભા રહી વાહન ચાલકો પર કોઈક ને કોઈક રીતે દંડ ની વસૂલી કરી હતી.
આશ્ચર્ય ની વાત એ છે કે અમિત રાઠોડ તેમના મળતીયાઓ ને જાવા દેતા હતા.અને અન્ય વાહન ચાલકો પર રસીદ આપી નાણાં ઉઘરાવતા હતા.કેટલાક વાહન ચાલકો પાસે કટકી મારી હોવાની પણ લોકો માં ચર્ચાઈ રહી છે.કોઈ ગુના માં ઝડપાઇ ગયેલો વાહનચાલક ને રસીદ કે પાવતી આપવામાં પણ આ પોલીસ કર્મી  ગોબચારી  કરી રહ્યો છે .ગણદેવી સર્કલ પાસે  એક કાર ચાલક ને ઉભા રાખી પોલીસ કર્મી અમિત રાઠોડે તમે ફોન પર વાત કરો છો એમ કહી  દંડ ભરવાની વાત કરી હતી.પછી રૂપિયા 200 ની રસીદ બનાવી 200 રૂપિયા ની માગ કરતા વાહનચાલકે રસીદબુક માં  કાર્બન હોવા છતાં રસીદ ની નીચે કાર્બન કેમ ન મુક્યાં તે બાબતે પૂંછતા પોલીસ કર્મી અમિત રાઠોડે લુલો બચાવ કરતા એની કોઈ જરૂર નથી એમ જણાવ્યુ હતું. વાહન ચાલકે રસીદ નીચે કાર્બન કેમ ન મુક્યા બાબતે ફરી પૂંછતા ઘબરાયેલ  પોલીસકર્મીએ તત્કાલ ધોરણે રસીદ બુકમાં નીચે રહેલ કાગળ પર કાર્બન કોપીના સ્થાને બોલપેનથી લખી વાહનચાલક ની સહી કરાવવા મજબૂર થયો હતો વાહન ચાલકે આવું કરવાનું કારણ પૂંછતા પોલીસે પોતાની ભૂલ સ્વીકારી હતી.
ખરેખર વાહન ચાલકને આપવામાં આવેલ રસીદ ખોટી હતી કે સાચી એ તપાસનો વિષય છે. પોલીસકર્મીએ વાહન ચાલક વિજય આર. યાદવ ને આપેલ રસીદમાં કાર્બન કોપી વાળી રસીદ પર પણ બોલપેનથી લખવાની કેમ જરૂર પડી તે સમજવું બહુ મુશ્કેલ નથી પોલીસ આ નાણાં ગજવામાં મુકવાના હતા. પરંતુ શિક્ષિત વાહન ચાલકની દલીલ બાદ પોલીસે કાર્બન કોપીના સ્થાને આવતી કોપીમાં ફરીથી લખી વાહન ચાલકની સિગ્નેચર લેવાની ફરજ પડી હતી. વિજય યાદવના નામથી ફાળેલ રસીદ માં માસ્ક ન પહેરવા બાબતે રૂપિયા 200 નો દંડ આપ્યો હતો. પરંતુ ત્યાં આસપાસ રહેલ સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવે તો વાહન ચાલક માસ્ક ખરેખર પહેરેલો જ નજરે પડશે જે બાબતે ગણદેવી પીએસઆઇ સુરતીને ટેલિફોનિક વાતચીત કરતા પીએસઆઇ સુરતી ને મળી રજુઆત કરતા જમાદાર અમિત રાઠોડની આ બાબતે તપાસ કરાશે અને તેવો વાહનચાલકો સાથે ગેરવર્તન કરે તે ચલાવી લેવાશે નહીં  એમ જણાવી વાહન ચાલક ને આશ્વાસન આપ્યું હતું. પત્રકારે અમીત રાઠોડ હકીકત પૂછ્યું ત્યારે અમીત રાઠોડ ઉશ્કેરાઈ જઇ તમારે જે કરવું હોય તે કરજો એવું કહ્યુ હતું.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here