2જી ઓક્ટોબર : ગાંધીજયંતી : આજે જાહેર જનતા માટે ગાંધી આશ્રમ બંધ.

0
4

આજે 2જી ઓક્ટોબરના રોજ અમદાવાદના ગાંધીઆશ્રમમાં ઇતિહાસમાં પહેલીવાર સાદગીપૂર્વક ગાંધીજ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. માત્ર આશ્રમના સભ્યોની હાજરીમાં જ સર્વધર્મ પ્રાર્થના સભા કરવામાં આવી હતી. તેના સિવાય તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આજે સવારે 8 વાગ્યે ગાંધીઆશ્રમમાં આશ્રમના સભ્યોની હાજરીમાં સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટનસ અને માસ્ક પહેરી લોકો બેઠા હતા. કોરોનાની મહામારીને લઈ બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. જાહેર જનતા માટે ગાંધી આશ્રમ બંધ રાખવામાં આવ્યો છે જેથી પ્રાર્થના સભામાં લોકો જોડાઈ શક્ય ન હતા.

કોરોનાની મહામારીને લઈ બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું
(કોરોનાની મહામારીને લઈ બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું)

 

લોકો ઘરે બેઠા પ્રાર્થના સભામાં ઓનલાઇન જોડાઈ શકે તેવી વ્યવસ્થા વ્યવસ્થા કરવામાં આવી હતી. ગાંધી આશ્રમની વેબસાઈટ પર જીવંત પ્રસારણ કરવામાં આવી હતી. દર વર્ષે ગાંધીજયતીના દિવસે ગાંધી આશ્રમમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જો કે આ વર્ષે કોરોના મહામારીમાં ગાંધી આશ્રમ લોકો માટે બંધ છે જેથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here