વડોદરા : ગાંધી જયંતિએ સિંગલ યુઝ પ્લાસ્ટિકને જીવનમાંથી દૂર કરવાના મેસેજ સાથે વિશાળ રેલી નીકળી

0
0

વડોદરા: 150મી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનેસ્કો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકને જિંદગીમાંથી દૂર કરવા અને તેના વિકલ્પરૂપે કાગળનો ઉપયોગ કરવાના સંદેશા સાથે વડોદરા શહેરના માર્ગો ઉપર વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં કોલેજના 500 જેટલા સ્ટુડન્ટ્સ પીળા કલરની ટી-શર્ટ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકના સંદેશા જોડાયા હતા. આ ગજરાજ સાથે યોજાયેલી રેલી કમાટીબાગના ગેટ નંબર-2 ખાતેથી નીકળી હતી. અને કાલાઘોડા થઇ પારસી અગીયારી મેદાન ખાતે સંપન્ન થઇ હતી. વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર નીકળેલી રેલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

પ્રદૂષણથી થતાં રોગોનું પ્રમાણ વધી ગયુ છે

પ્લાસ્ટિક સામે ઝુંબેશ ચલાવતી રાજેશ્વરી સિંઘે જણાવ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિકને જીવનમાંથી દૂર કરવા અને તેના વિકલ્પરૂપ કાગળની થેલીઓનો ઉપયોગ કરવાનો સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે અમે સ્વચ્થતાની ઉજવણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલી દ્વારા લોકો પ્લાસ્ટિક પોલ્યુશન સામે જાગૃત થાય તેવો અમારો રેલી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે સમય પાકી ગયો છે કે, બીજા જીવલેણ રોગ કરતા પ્રદૂષણથી થતાં રોગોનું પ્રમાણ વધી ગયુ છે. ત્યારે લોકોએ પ્લાસ્ટિકનો બીજો વિકલ્પ શોધીને પ્લાસ્ટીકને પોતાના જીવનથી દૂર કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here