મહારાષ્ટ્રથી યશવંતસિંહાની ગાંધી શાંતિ યાત્રા શરૂ, શરદ પવાર અને પૃથ્વીરાજ ચૌહાણ સહિતના નેતાઓ હાજર

0
14

નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરોધમા પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંતસિંહા અને કોંગ્રેસ નેતા શત્રુઘ્નસિંહાએ આજથી ગાંધી શાંતિ યાત્રાનો મુંબઈથી પ્રારંભ કર્યો છે. મુંબઈના ગેટ વે ઓફ ઇન્ડિયા પર આ યાત્રામા એનસીપી વડા શરદ પવાર, નવાબ મલિક, પ્રકાશ આંબેડકર અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણ હાજર રહ્યા હતા.

મુંબઈના ગેટ વે ઓફ ઇન્ડિયા પરથી આ યાત્રા પ્રારંભ થઈને અનેક રાજયોમા જશે અને દિલ્હીમા તે સમાપ્ત થશે. ગાંધી શાંતિ યાત્રા દરમ્યાન સરકાર પાસે માંગ કરવામા આવશે કે સરકાર સંસદમા જાહેરાત કરે કે રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર દેશભરમા લાગુ નહીં પડે. આ યાત્રા મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણા થઈને ૩૦ જાન્યુઆરીના રોજ દિલ્હીમા રાજઘાટ પર સમાપ્ત થશે.

આ યાત્રા ત્રણ હજાર કિલોમીટરનું અંતર કાપશે. યશવંતસિંહાના નેતૃત્વવાળા બિન રાજકીય સંગઠન રાષ્ટ્ર મંચ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામા આવ્યું છે.યશવંતસિંહાએ બુધવારે સાંજે જણાવ્યું હતું કે ગાંધી શાંતિ યાત્રા દરમ્યાન સરકારે માંગ કરી કે સંસદમા જાહેરાત કરે કે એનઆરસી લાગુ કરવામાં નહીં આવે.

ભાજપના પૂર્વ નેતા યશવંતસિંહાની ગાંધી શાંતિ યાત્રા ગુજરાતમાં નીકળશે ત્યારે તેમની સાથે વિપક્ષના અનેક નેતાઓ સામેલ થશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્ર મંચના સંયોજક સુરેશ મહેતાએ કહ્યું હતું કે અમે વિપક્ષના તમામ નેતા સાથે સંપર્ક કર્યો છે અને અનેક નેતાઓ ગુજરાત યાત્રામા સામેલ થઈ શકે છે.

તેમણે કહ્યું કે આ યાત્રામા કોંગ્રેસ નેતા મનીષ તિવારી, તૃણમૂલ કોંગ્રેસના દિનેશ ત્રિવેદી, પૂર્વ ભાજપા મંત્રી સોમપાલ શાસ્ત્રી, કોંગ્રેસ નેતા શત્રુધ્નસિંહા અને આપ તથા સમાજવાદી પાર્ટીના નેતા પણ તેમાં જોડાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here