ગાંધીધામ : સુરજબારી પાસે કોથળામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

0
29

ગાંધીધામઃ સુરજબારીના ચેરાવાળી વાંઢ નજીક ખાડીમાં તણાઇ આવેલા કોથળામાંથી મળેલા અજાણી મહીલાના મૃતદેહે અનેક રહસ્ય સર્જયા છે, જેમાં સામખીયાળી પોલીસે હત્યાની શંકા દર્શાવી ગુનો નોંધ્યો છે. અજાણી મહિલાના હાથ ઉપર ત્રોફાવેલા ટેટુના આધારે હાલ પોલીસે કવાયત આદરી છે. સુરજબારી ચેરાવાળી વાંઢ ગામ થી દૂર પાંચસો મીટર પૂર્વ તરફ દરીયાની ખાડીના કિનારે પટમાં દરિયાના પાણીની વૈર ઉતરતા એક મૃતદેહ તણાઈ આવ્યો હતો.

જે અંદાજે પાંત્રીસેક વર્ષની અજાણી મહિલાનો મૃતદેહ કોથળામાંથી મળી આવ્યો હતો. જેને પોસ્ટમોર્ટમ માટે લાકડીયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મહિલાની કોઈને જાણકારી હોય તો સામખીયાળી પોલીસ સ્ટેશનનો ફોન નંબર 02837 283542 પર કોન્ટેક્ટ કરવા અપીલ કરાઇ છે. આ મહિલા ના હાથ પર બનાવવામાં આવેલા ટેટૂ અંગેની જાણકારી મેળવવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે અને આ અજાણી મહિલાનો મૃતદેહ કોથળામાંથી મળી આવતા સામખીયાળી પોલીસે હત્યાની શંકા સાથે ગૂનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આજુબાજુ ના વિસ્તારમાં સધન તપાસ હાથ ધરી છે વધુ તપાસ સામખીયારી પીએસઆઇ એ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here