Saturday, September 18, 2021
Homeગાંધીધામ : 2 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
Array

ગાંધીધામ : 2 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

પંચરંગી શહેર ગાંધીધામમાં અનેક ગેરપ્રવૃતિઓ છાના ખૂણે થતી રહે છે. જેમાં નશાખોરીનું પ્રમાણ પણ ખૂબ વધારે છે. પોલીસ તંત્રની કામગીરી દ્વારા તેના પર અંકુશ લાવવાના પ્રયાસો સતત થતા રહે છે. તેમ છતાં આ પ્રકારની બદી કાબુમાં આવતી નથી ત્યારે વધુ એક નશાબંધીનો ગુન્હો પોલીસ મથકે ચડવા પામ્યો હતો.

ગાંધીધામ બી ડિવિઝન મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ પેટ્રોલિંગમાં રહેલા પીએસઆઇ અને આ કામના ફરિયાદી એન કે ચૌધરીએ ગાંધીધામ કંડલા માર્ગ પરના ટાટા મોટર શો રૂમ નજીક કાર્ગો સર્વિસ રોડ પરથી ગઈકાલ રાત્રે સવા આઠ વાગ્યે મૂળ બિહારના અને હાલ કાર્ગો ઝૂંપટપટ્ટી ખાતે રહેતા 25 વર્ષીય રાજુકુમાર ગરબૂરાય અને 30 વર્ષના રાકેશકુમાર રાયને રૂ. 19 હજાર 500ની કિંમતના 1.956 ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યા હતા. પોલીસે ગાંજો વેંચવા ઉભેલા બન્ને ઈસમો વિરુદ્ધ નશાબંધી કલમ તળે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments