ભારત બંધ : અમદાવાદમાં બેઅસર : નારણપુરામાં ગાંધીગીરી, નેતાઓ નજરકેદ, દરિયાપુરમાં વિરોધ કરનારની અટકાયત.

0
23
નારણપુરામાં દુકાને દુકાને ગુલાબના ફૂલ આપી ગાંધીગીરી કરવામાં આવી
નારણપુરામાં દુકાને દુકાને ગુલાબના ફૂલ આપી ગાંધીગીરી કરવામાં આવી
અમદાવાદમાં ખેડૂત આંદોલન અંતર્ગત ભારત બંધના એલાનને પગલે કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરી દેવામાં આવ્યાં છે. પરંતુ અમદાવાદમાં જનજીવન સંપૂર્ણ પણે સામાન્ય રહ્યું છે. બંધને પગલે શહેરમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ, જમાલપુર-ખાડિયા નાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને નજરકેદ કરાયા છે. યુનિવર્સિટી વિસ્તારમાં NSUIના કાર્યકરો દ્વારા ટાયરો સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયાં
કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયાં
નરોડા ગેલેક્સી સિનેમા પાસે પણ પોલીસે NSUIના કાર્યકરોની ધરપકડ કરી હતી. વિરોધ કરનારે દરેક દુકાન અને શો રુમ પર જઈને ગાંધીગીરી રુપે ગુલાબ આપીને ખેડૂતને સાથ આપવા અને દુકાન બંધ રાખવા અપીલ કરાઈ હતી. બીજી બાજુ દરિયાપુર કાઉન્સિલર મોનાબેન પ્રજાપતિ સહિત 10 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસે NSUIના કાર્યકરોની ધરપકડ કરી
પોલીસે NSUIના કાર્યકરોની ધરપકડ કરી

 

કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી

ખેડૂત આંદોલન થી ગભરાઈ ગયેલી આ ભાજપ સરકાર બંધ એલાન ને નિષ્ફળ બનાવા કોંગ્રેસ પક્ષના દાણીલીમડા વોર્ડ મ્યુ કાઉન્સિલર શ્રી રહીમભાઈ ડી સુમરા મુન્નાભાઈ રમીલાબેન પરમાર બહેરામપુરા વોર્ડ નાં મ્યુ કાઉન્સિલર શ્રી કમરુદિન પઠાણ જરીનાબેન રંગરેજ વોર્ડ પ્રમુખ સલીમભાઈ સાબુવાલા વોર્ડ પ્રમુખ જફરભાઈ અજમેરી દાણીલીમડા વિધાનસભા નાં પ્રભારી દિનેશ કે પરમાર અમદાવાદ શહેર મહામંત્રી ગુલામનબી શેખ મંત્રી ગીરીશભાઈ પીલવયકર ની દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અમારી અટકાયત કરવામાં આવી છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

 

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપ સરકાર ખેડૂત વિરોધી કાયદા લાવી છે.જેના કારણે દેશમાં કંપની રાજ આવશે. અંગ્રેજોની જેમ જ કંપની રાજ આવશે. APMC રાજ ખતમ થઈ જશે જેના કારણે મજૂરોને નુકશાન થશે અને MSP ખતમ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે કોન્ટ્રાકટ ફર્મિંગ ના કારણે માલિક ખેડૂત મજૂર બની જશે. ખેડૂતો ને સમર્થન આપવા સંગઠનો એ બંધ નું એલાન આપ્યું અને કોંગ્રેસે પહેલે થી જ કાળા કાયદા નો વિરોધ કર્યો છે. આ કાયદાનો વિરોધ કરનારા અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ ની અટકાયત કરવામાં આવી છે. ગઈકાલ રાત થી પોલીસ અને પ્રશાસન માં ડર ઉભો કર્યો છે. APMCમા માર્કેટ ચાલુ રાખવા સરકારે દબાણો કર્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here