ગાંધીજીના ચશ્મા 2.55 કરોડ રૂપિયામાં વેચાયા : બ્રિટનના ઓક્શનહાઉસે દોઢ લાખ રૂપિયા મળવાની આશા વ્યક્ત કરી હતી, ચશ્માના માલિકે કહ્યું હતું- ન ગમે તો ફેંકી દેજો

0
0

બ્રિટનમાં મહાત્મા ગાંધીના ચશ્મા હરાજીમાં 2.6 લાખ પાઉન્ડમાં વેચાયા છે. સેલ કર્યા પછી શુક્રવારે ઈસ્ટ બ્રિસ્ટલ ઓક્શન હાઉસે ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, અમને 4 સપ્તાહ પહેલા અમારા લેટરબોક્સમાં આ ચશ્મા મળ્યા હતા. આને કોઈ વ્યક્તિ મુકીને ગઈ હતી. ચશ્મા મુકી જનાર વ્યક્તિના અંકલને ગાંધીજીએ પોતે આ ચશ્મા ભેટ તરીકે આપ્યા હતા.

ગાંધીજી પોતાની ચીજ વસ્તુ એવા લોકોને આપતા હતા, જેમને વધારે જરૂર હોય. ઓક્શન હાઉસના જણાવ્યા પ્રમાણે, ગાંધીજીએ આ ચશ્મા 1920 અથવા 1930ના દાયકામાં સાઉથ આફ્રીકામાં બ્રિટિશ પેટ્રોલિયમમાં કામ કરનારા એક વ્યક્તિને આપી દીધા હતા. ચશ્માની હરાજીમાંથી 15 હજાર પાઉન્ડ (લગભગ દોઢ લાખ રૂપિયા)મળવાની આશા વ્યક્ત કરાઈ હતી.

‘જો ન ગમે તો, ફેંકી દેજો’

જે વ્યક્તિ પાસે ચશ્મા હતા, હરાજી કરનાર એન્ડ્રયૂ સ્ટોવે તેમની સાથે થયેલી વાતચીતનો ખુલાસો કર્યો હતો.વ્યક્તિએ કહ્યું હતું કે, જો તેમને ચશ્મા ન ગમે તો ફેંકી દેજો. સ્ટોવના જણાવ્યા પ્રમાણે, જ્યારે મેં તેમને જણાવ્યું કે, ચશ્માની હરાજીથી 15 હજાર પાઉન્ડ સુધી મળી શકે છે તો તે ચોંકી ગયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here