ગાંધી વિચારધારાને વરેલા કુમાર પ્રશાંત શનિવારે વડોદરાના મહેમાન બન્યા હતાં. સિટી ભાસ્કર ખાસ વાતચીતમાં તેમણે સમાજમાં પ્રવર્તમાન અયોગ્તયાની યોગ્યતાઓ, અસત્યોના સત્યો પર વાત કરી હતી. જ્યારે ગાંધીજી વિષે કહ્યું હતું કે ગાંધીજીનો ઉપયોગ જેમ દુકાનમાં આકર્ષવા માટે સાઇનબોર્ડ લગાવાય છે તે રીતે કરવામાં આવી રહ્યો છે જે પહેલાં પણ થયું છે.
‘પોલિટિકલ ડિસએગ્રિમેન્ટ અને બેરોજગારીના પ્રશ્નો ઉકેલાતા નથી માટે આતંકવાદ પનપે છે’
 ભગતસિંગની ફાંસી અને ગાંધી બાબતે અસમંજસ છે, સાચી વાત શું છે? જે લોકો કહે છે કે ગાંધીજીનું એક સ્ટેટમેન્ટ ભગતસિંગને બચાવી શકતું, તેમણે જાણવું જોઇએ કે ગાંધીજી કઠોર કે મૂર્ખ ન્હોતાં. ગાંધીજી ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર થયેલા હતાં. તેઓ જાણતા હતાં કે ભગતસિંગને ફાંસી થશે જ, તેમને બચાવવાનો રસ્તો કરવાનો તેમનો પ્રયાસ હતો. ભગતસિંગને પાર્લામેન્ટમાં બોમ્બ ફોડવાને કારણે ફાંસી ન્હોતી થઇ પરંતુ સ્કોટને મારવા જતા સૌન્ડર્સની હત્યા થઇ ગઇ હતી. જેને ભગતસિંગે સ્વિકાર્યું હતું. માટે તેમને ફાંસી થઇ હતી. ભગતસિંગે એમ પણ કહ્યું હતું કે, મર્ડર કયા કારણથી થયું છે તે જુઓ. મર્ડર તો થયું છે તે તેમનો સ્વિકાર હતો.
 ભારત અને આતંકવાદ વિષે આપ શું કહેશો? આતંકવાદી આવે છે ક્યાંથી? આપણે એક જ સમાજ ઇચ્છીએ છીએ. કોઇ કઇ સ્થિતીમાં ઉછર્યું છે અને કેવીરીતે રિએક્ટ કરે છે તેની પર નિર્ભર કરે છે કે તે વ્યક્તિ આતંકવાદી બને છે કે નથી બનતો. ભારતની 16 કરોડની યુવા જનસંખ્યા છે જે આવી સ્થિતીમાં છે. તેમના તમામ રસ્તા બંધ થઇ ગયા છે તેઓ ભણેલા-ગણેલા બેરોજગાર છે. જીવવાનો રસ્તો પણ નથી. પોલિટિકલ ડિસએગ્રિમેન્ટ પણ સોલ્વ થતાં નથી.
 ભારત અને પર્યાવરણના સંકટ વિશે શું કહેશો? પર્યાવરણ વિષે જ્યારે પણ વાત કરીએ ત્યારે એમ લાગે છે કે અન્ય વ્યક્તિ વિષે વાત કરીએ છીએ. આ આપણે સર્જેલી આપણી સમસ્યા છે. ગાંધીજી કહેતાં કે, તમે જીવવા માટે કેટલાં રિસોર્સનો ઉપયોગ કરો છો તે જુઓ. કાયદો બનવો જોઇએ તેમ કહીએ છીએ પણ જે કાયદો બનાવે છે તેમણે જ પર્યાવરણ બગાડ્યું છે. તે પણ સત્ય છે.
 પેરેન્ટિંગ વિશે ગાંધીવાદ શું કહે છે? પેરેન્ટ્સે સમજવું જોઇએ કે તેમના બાળકો તેમની કાર્બન કોપી નથી. તેઓ ઓરિજીનલ સ્વતંત્ર વ્યક્તિત્વ છે. પેરેન્ટ્સે પોતાના સંસ્કાર તેની પર થોપવાની જગ્યાએ બાળકના સંસ્કારોમાં તેમની મદદ કરે. પેરેન્ટિંગ જવાબદારીનું કાર્ય છે. બાળક પર અધિકાર ન જમાવો એ તમારું દાયિત્વ છે.