ગાંધીનગર જિલ્લાના સીહોલી ગામના ૨૧ વર્ષના યુવક ની હત્યા કરી તળાવ મા ફેંકી દેવાયો

0
34

ગાંધીનગર જિલ્લાના ચિલોડા પાસે આવેલ દશેરાથી ધણપ જતા રોડ પર તળાવમા પાર્થની હત્યા કરી આ લાશને તળાવમા ફેકી દેવામા આવી.

ગાંધીનગર જિલ્લાના ચિલોડા પાસે આવેલા સીહોલી ગામમા રહેતા પ્રફુલકુમાર નટવરલાલ જોશીના પુત્ર નામે પાર્થ પાણીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને પાણીના પ્લાન્ટમા નોકરી કરતો હતો ત્યારે ગઈ કાલે આ પાર્થને કોઈએ ફોન કરીને બોલાવેલો અને નોકરી દરમીયાન તે પાણીના પ્લાન્ટમા જતા દશેરાથી ધણપ જતા રોડ પાસે આવેલ એક તળાવમા લાશને કપડુ ઓઢાડેલી હાલતમા હતી. અને તેના શરીરે હથીયાર વડે મારેલા ઘા અને ઈજાઓ દેખાતી હતી. અને મારા પુત્ર પાર્થને કોઈએ મારી નાખી તેની હત્યા કરી તળાવમા ફેકી દીધો છે. તેવી ફરીયાદ મરનારના પિતા પ્રફુલકુમારે ચિલોડા પોલીસ સ્ટેશનમા લખાવી છે. આ બાબતે પ્રફુલકુમારની ફરીયાદના આધારે પોલીસે આ બાબતે સાચી હકીકત જાણમા માટે તજવીજ હાથ ધરી છે.

 

  • પાર્થની લાશ દશેરાથી ધણપ જતા રોડ ઉપર આવેલ તળાવમાંથી હથીયારોના ઘા મારેલી હાલતમા લાશ પોલીસને મળી આવી
  • પાર્થની હત્યા કરી આ લાશને તળાવમા ફેકી દેવામા આવી હતી
  • આ હત્યાનુ કારણ હજી બહાર આવ્યુ નથી પોલીસ વધુ તપાસ કરશે ત્યારે સાચી માહિતી બહાર આવશે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here