ગાંધીનગર : હોળી -ઘુળેટીના તહેવારોમાં 108એ ઈમરજન્સી કેસોમાં વધારો થવાની શક્યતા

0
6

હોળીનો તહેવાર એટલે રંગ અને ઉલ્લાસનો તહેવાર. આ તહેવાર પણ ક્યારેક અનેક લોકો માટે પીડાદાયક બની જાય છે. ત્યારે આ વર્ષે 108 દ્વારા તહેવારની સિઝનમાં ઈમર્જન્સી કેસોમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ધુળેટીના તહેવારના દિવસે ઇમરજન્સી કેસો સામાન્ય દિવસ કરતા વધુ જોવા મળે છે. જેથી 108 દ્વારા આ બાબતે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

ઈમર્જન્સી કેસોમાં વધારો થવાની શક્યતાઓ
કોરોના કાળમાં માર્ચ 2020 108 સેવા દ્વારા 1.37 લાખ જેટલા કોવિડ-19ના શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અંગે 108 સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે તહેવારની સિઝનમાં ઈમર્જન્સીને પહોંચી વળવા માટે અમે કટીબદ્ધ છીએ અને આ માટેની તમામ તૈયારીઓ અમે પૂર્ણ કરી લીધી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે હોળીના દિવસે ઈમર્જન્સી કેસોમાં 10.25 ટકાનો વધારો થવાની શક્યતાઓ 108 દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

શું કરવું જોઈએ?

  • કેમિકલયુક્ત રંગથી આંખ બચાવવા ગોગલ્સ પહેરવા
  • ચોખ્ખું પાણી અને ગુણવત્તાવાળા કલર વાપરવા
  • વડીલોએ સાથે રહી હોળી-ધુળેટી મનાવવી
  • ધુળેટી રમતા આંખ અને મોઢું બંધ રાખવું
  • વાહન ચલાવતા ફુગ્ગા અને કલર ફેંકાય તેનાથી બચવું, હેલ્મેટ પહેરવું
  • કારમાં કાચ બંધ રાખવા

શું ન કરવું જોઈએ?

  • પાણીના ફુગ્ગાને આંખ કે મોઢા પર સીધા ન ફેંકવા
  • ઈંડા, કાદવ અને દુષિત પાણીથી ધુળેટી ન રમવી
  • લીચ્છી અને ભીની ટાઈલ્સ કે ફ્લોર પર ધુળેટી ન રમવી
  • ભીના હાથે કોઈ ઇલેક્ટ્રિક સાધન કે વાયર ન અડવા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here