ગાંધીનગર : 13 ખેડૂતોને ત્રણ રસ્તા પાસે રોકી પોલીસ મથકે લાવી અટકાયત કરી

0
3

અરવલ્લીના ખેડૂતો તેમની વિવિધ માંગણીઓને લઈ રજૂઆત કરવા ગાંધીનગર સચિવાલયે રેલી સ્વરૂપે જઈ રહ્યા હતા ત્યારે13 ખેડૂતોની દહેગામ પોલીસે પાલૈયા નજીક ત્રણ રસ્તા પાસે રોકી દહેગામ પોલીસ મથકે લાવી અટકાયત કરી હતી. ખેડૂતોએ ખેતપેદાશોની એમ.એસ.પી નક્કી કરવા જેવી માંગ સાથે ગાંધીનગર જવા રેલી સ્વરૂપે કૂચ કરી હતી.

અરવલ્લીના ખેડૂતોના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાથી ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો રેલી સ્વરૂપે સચિવાલય રજૂઆત માટે નીકળ્યા હતા જે અંગેની જાણ દહેગામ પોલીસને થતા પાલૈયા નજીક ખેડૂતોને રોકી પોલીસ મથકે લાવી તેમની અટકાયત કરી હતી. રજૂઆત માટે નીકળેલા ખેડૂતો ઘઉં ચણા અને ડાંગરની ખરીદીમાં સરકાર દ્વારા ઘટાડો કરાયો છે ગત વર્ષે એક ખેડૂત પાસેથી 125 મણની ખરીદી કરી હતી જે આ વર્ષે ઘટાડીને 50 મણ કરાઈ છે જેથી ગત વર્ષ મુજબ ખરીદી કરવી, બટાકામાં આ વખતે મંદી હોવાથી ખેડૂતોને સહાય કરી નુકસાનમાંથી ઉગારવા, એપ્રિલ માસમાં તળાવો અને ચેકડેમો ઊંડા કરવાના આદેશો આપવા ઉપરાંત ખેડૂતો અને ખેત મજૂરોને દસ હજાર પ્રતિમાસ તેમના બેંક ખાતામાં જમા આપવા તેમજ દક્ષિણ ઉત્તર ગુજરાત પ્રમાણે સમાન વીજ દર નક્કી કરવા , ખેતપેદાશોની એમ.એસ.પી નક્કી કરવા માંગ સાથે ગાંધીનગર કૂચ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here