Monday, September 27, 2021
Homeગાંધીનગર : પિતાની નજર સામે 13 વર્ષીય દીકરીનું ઓક્સિજન લેવલ ઘટતા મોત
Array

ગાંધીનગર : પિતાની નજર સામે 13 વર્ષીય દીકરીનું ઓક્સિજન લેવલ ઘટતા મોત

ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલ શૈલેષભાઈ રાવળની 13 વર્ષીય દીકરી સામાન્ય તાવ બાદ ટાઈફોડની બીમારીમા સપડાતા અચાનક ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું . ત્યારે ગઈકાલે તાત્કાલિક અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ જતી વખતે પિતાની નજર સામે જ દીકરીએ અનંતની વાટ પકડી લેતા રાવળ પરિવાર તેમજ પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ મથક વિસ્તારના સેક્ટર-23 ચોકીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ રાવળના પરિવારમાં પત્ની તેમજ એક દીકરી ખુશી અને એક પુત્ર છે. દીકરી વહાલનો દરીયો કહેવાથી હોવાથી દીકરીનો જન્મ થતાં જ રાવળ પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી. પરિવારમાં દીકરી અવતરતા ખુશીનો માહોલ આવ્યો હોવાથી શૈલેષભાઈએ તેમની દીકરીનું નામ ખુશી રાખ્યું હતું. ત્યારે ખુશી પણ તેના નામ પ્રમાણે ગુણો ધરાવતી હતી.

પરિવારમાં ખુશી ફેલાવનાર ‘ખુશી’ ના અવસાનથી પળભરમાં માતમ છવાયો
હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે પિતા શૈલેષભાઇને પોલીસ ફરજના ભાગરૂપે નોકરીએ જવાનું અચુક રહેતું હતું. ત્યારે ઉંમર કરતા વધુ સમજણ ધરાવતી ખુશી તેના પિતાને કોરોનામા ધ્યાન રાખવા સલાહ પણ આપતી હતી. જ્યારે દેશસેવા પહેલા એમ શૈલેષભાઈ પરિવારની ચિંતાઓ વચ્ચે પોતાની ફરજ બખૂબી નિભાવી રહ્યા હતા. પરંતુ કોરોના કોઈનો સગો થતો નથી એ મુજબ આઠમી તારીખે શૈલેષભાઈ પણ કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા.

પોલીસ ફરજ નિભાવતી વખતે કોરોના પણ ઘરે આવી પહોંચતા પરિવારના સભ્યો થોડાક ચિંતિત થઈ ગયા હતા, પરંતુ આ બધી ચિંતાઓ વચ્ચે ખુશી તેના પિતા શૈલેષભાઇને હિંમત આપતી રહેતી હતી અને પોતાના નાના ભાઈની પણ ખાસ તકેદારી રાખતી હતી. પરિવારની હૂંફ અને જરૂરી સારવાર મેળવ્યા બાદ શૈલેષભાઈનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો. પરંતુ કુદરત કંઈક અલગ જ રાવળ પરિવાર સાથે કરવાની ફિરાકમાં હતી.

એમ્બ્યુલન્સમાં ખુશીનું ઓક્સિજન લેવલ ઘટી જતાં મોત
એમ્બ્યુલન્સમાં ખુશીનું ઓક્સિજન લેવલ ઘટી જતાં મોત

13 વર્ષીય ખુશીને ચાર દિવસ અગાઉ સામાન્ય તાવની અસર શરૂ થઈ હતી
એવામાં 13 વર્ષીય ખુશીને ચાર દિવસ અગાઉ સામાન્ય તાવની અસર શરૂ થઈ હતી. જેથી શૈલેષભાઈ તકેદારીના ભાગરૂપે દીકરીની સારવાર શરૂ કરાવી દીધી હતી અને તેનો કોરોના રિપોર્ટ પણ કરાવી લીધો હતો. જોકે, ખુશીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ તાવમાં ખાસ ફરક ન પડતાં તેને માણસાના દવાખાનામાં દાખલ કરી હતી અને તમામ મેડીકલ રિપોર્ટ કરાવતા ખુશીને ટાઈફોડ થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. આથી તેને વધુ સારવાર અર્થે પ્રથમ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

ઓક્સિજન લેવલ અચાનક 61 ઉપર આવી ગયું
પરંતુ અત્રેની હોસ્પિટલમાં પણ પ્રાથમિક સારવાર કર્યા બાદ તેની તબિયત નાજુક થઇ જતા સઘન સારવાર માટે તબીબોએ ખુશીને અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. ત્યારે અમદાવાદ જતી વખતે એમ્બ્યુલન્સમાં ખુશીનું ઓક્સિજન લેવલ અચાનક 61 ઉપર આવી જતા તેણે પિતા શૈલેષભાઇની નજર સમક્ષ જ અનંતની વાટ પકડી લીધી હતી. જે દીકર ના કારણે પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો તેના અકાળે અવસાનથી રાવળ પરિવારમાં પળભરમાં જ માતમ છવાઈ ગયો હતો. આ બનાવના પગલે ગાંધીનગર જિલ્લા પોલીસબેડામાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments