ગાંધીનગર :વાત્રક નદીના પુલના છેડા પર કાર સાથે અકસ્માત થતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત

0
21

ગાંધીનગરઃ ઉત્કંઠેશ્વર મહાદેવથી દહેગામ જતા વાત્રક નદીના પુલના છેડા પર ભયજનક વળાંકમાં સ્વિફ્ટ(GJ-09BF 9010) અને બાઈક(GJ 27 BG 3784) વચ્ચે અકસ્માત થતાં બાઈક સવાર દિવ્યેશ ટીનાજી ખાંટનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો અને બાઈક સળગી ગયું હતું.

કાકાનું બાઈક લઈ સાસરીએ જતાં અકસ્માત થયો

મૃતક દિવ્યેશના કાકા મુજબ, તેનો ભત્રીજો ગઈકાલે નવ વાગ્યે તેના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે, મારે મારા સાસરી ભાટઈ ગામ જવાનું હોવાથી તમારું બાઈક આપો. જેથી તેમણે તેનું બાઈક ભત્રીજા દિવ્યેશને આપ્યું હતું. મૃતક આજે સવારે બાઈક લઈને ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શને ગયો હતો. દર્શન કરી પાછા આવતી વખતે દહેગામથી કપડવંજ જતા રોડ ઉપર દેવકરણના મુવાડાથી આગળ વાત્રક નદીના પુલ નજીકના વળાંકમાં આશરે સાડા સાત વાગ્યે દહેગામ તરથી કપડવંજ તરફ જતી સ્વિફ્ટ કારના ચાલકે ટક્કર મારી હતી. જેથી મૃતક દિવ્યેશને માથાના ભાગે ઈજા થતા તેનું મોત થયું હતું. ત્યાર બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here