ગુજરાતની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી સત્તામનડળોને સર્વાંગી વિકાસ માટે રૂ. 2000 કરોડની રકમના ચેક વિતરણ કાર્યક્રમ નું આયોજન

0
522
ગુજરાતની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી સત્તામનડળોને સર્વાંગી વિકાસ માટે રૂ. 2000 કરોડની રકમના ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી વિજયરૂપાણી, નીતિન પટેલ વિભાવરીબેન દવે સાથે સાથે અન્ય મહાનગરપાલિકાના મેયર, નગરપાલિકા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.
ચેક વિતરણ સમારોહ અંતર્ગત ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સરકારે 3 વર્ષ પૂર્ણ કરવાના સંદર્ભે તેમની સંકલ્પથી સિદ્ધિઓ સુધી એક ફિલ્મ બતાવી સરકારની કામગીરીનું વર્ણન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે સંવેદનશીલ સરકાર માં તમામ વર્ગ, તમામ કામો ઉપર ફોકસ કરવામાં આવ્યો છે. આ સરકારે પોતાની કામગીરને ગરીબો સુધી પહોંચાડ્યો છે. ત્યારે આ સમગ્ર કામોમાં અગ્રીમ બની રહેલા મહાનગરપાલિકીઓ ને 2000 હજાર કરોડ સુધીની રકમ વિતરણ કરી હતી. આ કાર્યકમ અંતર્ગત તમામ મહાનગરપાલિકાના મેયરે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ના વિકાસ માટે હંમેશા તૈયાર રહેલ નગરપાલિકાના સભ્યો વિકાસમાં મહ્ત્વપુર ભૂમિકા ભજવે છે જેથી આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રીએ તમામ મહાનગરપાલિકાઓના મેયરોને  ચેક દ્વારા કરોડોની રકમ ફળવાડી કરી હતી.જેમાં અમદાવાદ મહાનગર પાલિકા 449.40 કરોડ, મહાનગરપાલિકા સુરત.359 કરોડ, મહાનગરપાલિકા વડોદરા 134.46 કરોડ, મહાનગરપાલિકા રાજકોટ 108.41 કરોડ, ભાવનગર મહાનગરપાલિકા- 51.87. કરોડ, જામનગર મહાનગરપાલિકા 49.13 કરોડ, જુનાગઢ મહાનગરપાલિકા 25.70 કરોડ અને  ગાંધીનગર મહાનગરપાલિકા 16.37 કરોડની કિંમતના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકાની સાથે સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત ને ફાટક મુક્ત ગુજરાત બનાવની સંકલ્પ કર્યો છે. આગામી સમયમાં તમામ. રેલવે ફાટક બંધ કરી તેના ઉપર ઓવરબ્રિજ બનાવામાં આવશે.
રિપોર્ટર : પ્રકાશ રાઠોડ, CN24NEWS, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here