હૈયાવરાળ : ‘મારી સામે DCP કાવતરું કરે છે, હું ગુનેગાર હોવ તો મને ફાંસીએ ચડાવી દેજો’, ગ્યાસુદ્દિન શેખ

0
31

ગાંધીનગર: રાજ્યનાં ગૃહ વિભાગની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે અમદાવાદના ઝોન-1ના ડીસીપી શર્મા વિરૂધ્ધ આક્ષેપ કરતા કહ્યું હતું કે, હું ટોળું રહીંને ગયો ન હતો, છતા ડીસીપી ર્શમા મારા નામે એવું કહે છે કે, ગ્યાસુદ્દિન ટોળું લઇને પોલીસ સ્ટેશન આવ્યો હતો, પણ હું ક્યાંય ગયો નથી, લોકો વતી રજૂઆત કરવા ગયો હતો, હું ગુનેગાર હોવ તો મને ફાંસીએ ચડાવી દેજો. ધારાસભ્યની આવી વ્યથા સાંભળીને અધ્યક્ષે ગૃહમંત્રીને તપાસ કરવાની તાકિદ કરી હતી. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, આ ઘટનાથી હું વાકેફ છું, ધારાસભ્યનું માન-સન્માન જળવાય તે રાજય સરકારની ફરજ છે.

ડી-સ્ટાફના પીઆઇ તિવારી વિરૂધ્ધમાં પણ ફરિયાદ કરી

ધારાસભ્ય શેખની રજૂઆત પછી નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પણ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ તરફ સાંકેતિક ભાષામાં કહ્યું કે, તપાસ કરાવો. શેખે અધ્યક્ષને પણ બે પેજનો પત્ર લખીને ડી-સ્ટાફના પીઆઇ તિવારી વિરૂધ્ધમાં પણ ફરિયાદ કરી હતી. દરમિયાનમાં ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૃહ વિભાગની માગણી પર બોલતા કહ્યું હતું કે, સેફ એન્ડ સિકયોર ગુજરાત યોજના હેઠળ રૂ. 329.19 કરોડના ખર્ચે 34 જિલ્લા, છ યાત્રાધામ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની સલામતી,સુરક્ષા માટે સીસીટીવી કેમેરા સર્વેલન્સ નેટવર્ક ઉભું કરાશે.

પોલીસ દારૂ-જુગારમાં ભાગ રાખે છે: માડમ

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે આક્ષેપ કર્યો હતો કે,પોલીસ પહેલા હપ્તા લેતી, હવે દારૂ,જુગાર,ખાણના ધંધામા ભાગ રાખે છે. એક કોન્સ્ટેબલ વાર્ષિક રૂ. બે કરોડ કમાઇ છે,મે રજૂઆત કરી છે. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું કે, હુક્કાબાર બંધ થયા,પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્‍યમાં રૂ.11.41 કરોડનો ગાંજો, ચરસ, બ્રાઉન સુગર, અફીણ પકડાયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here