Thursday, October 28, 2021
Homeગાંધીનગર : દોઢ જ કલાકમાં 30 લાભાર્થીઓ રસી મુકાવી
Array

ગાંધીનગર : દોઢ જ કલાકમાં 30 લાભાર્થીઓ રસી મુકાવી

વહેલાલ PHC નું 20થી વધુ ગ્રામજનો નક્કી કરે તે સમય સ્થળે રસી મુકવાના આયોજન તેમજ આશાવર્કરોની ઘેર ઘેર જઈ આયોજનની જાણકારી આપવાની મહેનતને પગલે માત્ર દોઢ જ કલાકમાં વહેલાલ ગંગેશ્વર મહાદેવમાં ગામના 30 લાભાર્થીઓ તેમજ વહેલાલના ત્રીસ કરતા વધુ પુરાણા આર્યુવેદીક રિસર્ચ સેન્ટરના 12 લાભાર્થીઓએ રસી મુકાવી હતી.એક એવું તારણ મળ્યું કે લાભાર્થીઓ સમય,સાધનના અભાવે પીએચસી સુધી આવી શકતા નથી.

વહેલાલ આશા વર્કરો ઘેર ઘેર જઇ વહેલાલ ગામના ગ્રામ પચાયત સામે આવેલ ગંગેશ્વર મહાદેવમાં નિર્ધારિત રસીલેવા આધારકાર્ડ સાથે આવવા ગ્રામજનોને મેસેજ આપ્યો હતો જેને પગલે દોઢજ કલાકમાં વહેલાલ ગંગેશ્વર મહાદેવમાં 30 લાભાર્થીઓ રસી મુકાવવા આવેલ.કોઈપણ લાભાર્થીને આડ અસર જોવા મળી નહોતી. વહેલાલમાં ત્રીસ કરતા વધુ વર્ષથી આર્યુવેદીક રિસર્ચ સેન્ટર ધરાવતા, કેન્સર જેવા રોગોની અકસીર આર્યુવેદીક દવાઓ આપનાર તેમજ 1251 કિલો પારદલિંગ ધરાવતા પારદેશ્વરધામમાં કોરોના સંક્રમણની ભીતિથી એક વર્ષથી હજારો દર્દીઓ દર્શનાર્થીઓને પ્રવેશબધી ફરમાવી છે . દિવ્યધામ આશ્રમ તેમજ રિસર્ચ સેન્ટરના સાધકો સેવકોને રસી અપાવવા વહેલાલ પીએચસી ના આરોગ્ય કર્મીઓને અગાઉગી સમયની જાણ કરી રસી માટે પ્રવેશ અપાયો હતો અને 12 સાધકો સેવકોએ રસી લીધી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments