ગાંધીનગર : મનપા વિસ્તારમાં 51 કોરોના કેસ અને 6 દર્દીનાં મોત

0
4

જિલ્લામાં ગુરુવારે કોરોનાના કુલ 54 કેસ તથા કુલ 9 મૃત્યુ થયાં છે. ગાંધીનગર મનપાની ચૂંટણીને હવે 16 દિવસ બાકી રહ્યા છે ત્યારે મનપા વિસ્તારમાં 51 કોરોના કેસ અને 6 દર્દીનાં મોત થયાં છે.

મહત્ત્વનું છે કે અગાઉ 56 દિવસમાં 1000 કેસ થયા હતા જ્યારે નવા 1000 કેસ માત્ર 49 દિવસમાં નોંધાયા છે. 10 ફેબ્રુઆરીએ 8000 કેસ થયા હતા જ્યારે 1 એપ્રિલે વધુ 1000 સાથે નોંધાયા હતા. કુલ 9001 કેસ થયા છે. 4 ડિસેમ્બર, 2020એ 10 મોત થયાં બાદ 86 દિવસ પછી એક જ દિવસમાં વધુ 9 દર્દીનાં મોત થયાં છે. જોકે ગુરુવારે વધુ 31 દર્દી કોરોનામુક્ત થયા છે. ગાંધીનગર તાલુકાના આદરજ મોટી તથા કલોલ તાલુકામાંથી 2 કેસ નોંધાયા છે.આમ જિલ્લામાં કુલ 9001 કેસ થયાં છે.

હદ કરી નાખી… 1500થી વધુ કર્મીને એક જ સ્થળે ચૂંટણીની ટ્રેનિંગ અપાશે!
મનપા વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યાં હોવા છતાં શુક્રવારે ચૂંટણી ફરજમાં રોકાયેલા 1575 સ્ટાફને એક જ સ્થળે સે-23ની કોલેજના હોલમાં ટ્રેનિંગ માટે બોલાવવાના હોવાની માહિતી મળી છે. એક જ સ્થળે 1500થી વધુ કર્મચારીઓને એકઠા કરવાની વાત સામે સવાલો ઉઠ્યા છે. અધિકારીઓમાં ચર્ચા છે કે આટલી મોટી માત્રમાં કર્મચારીઓ ભેગા થતાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here