Monday, October 18, 2021
Homeરિપોર્ટ : IAS ગૌરવ દહિયા મામલે CM વિજય રૂપાણીએ આપ્યા તપાસના આદેશ
Array

રિપોર્ટ : IAS ગૌરવ દહિયા મામલે CM વિજય રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયાના લગ્નેતર સંબંધનો મામલો સામે આવ્યો છે. આ મામલે હવે CM વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે અને ઘટના અંગે રિપોર્ટ માગ્યો છે.દિલ્લીની યુવતીએ ગૌરવ દહિયાએ તેની સાથે લગ્ન કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે IAS ગૌરવ દહિયાએ યુવતીએ કરેલા આક્ષેપો પાયા વિહોણા હોવાની વાત કરી છે. તેમજ યુવતી તેમને બ્લેક મેઈલ કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. તો યુવતી દ્વારા જે પણ ફરિયાદ કરવામાં આવી છે તે પાયા વિહોણી છે તેમ ગૌરવ દહિયાએ કહ્યુ. જોકે યુવતી અને ગૌરવ દહિયાએ સામ-સામે આરોપ કર્યા છે.

ગૌરવ દહીંયાનો આક્ષેપ છે કે, મહિલાએ તેને બ્લેકમેલ કરી અને તેમના ફોટા મોર્ફ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. ગૌરવ દહીંયા અને લિનુ સિંઘના ફોટા સોશિયલ મીડિયમાં વાયરલ થઈ હોવાની ચર્ચા છે.

આ મહિલાનું લીનું સિંઘ નામ છે મહિલાની ફરિયાદ વિશે ગૌરવ દહીંયાએ જણાવ્યું હતું કે આ ફરિયાદ પાયા વિહોણી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાએ જણાવ્યું કે તેના અને ગૌરવ દહીંયાના લગ્ન થઈ ગયા છે. લિનુ સિંઘે કેટલીક તસવીરો દ્વારા એવું સાબીત કરવાનો પ્રયાસ કર્યો છે કે તેમના ગૌરવ દહીંયા સાથે લગ્ન થઈ ગયા હતા.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો પ્રમાણે IAS ગૌરવ દહીયા સામે ફરિયાદ નોંધાવનાર પીડિત મહિલા અમદાવાદ ખાતેના આશ્રમ રોડ પર આવેલી સ્ટાર હોટલમાં રોકાઈ હતી. મહિલા 6 ફેબ્રુઆરી મહિનામાં આ હોટલમાં રોકાઈ હતી. આ રોકાણ દરમિયાન પીડિતાએ પોલીસ કંટ્રોલમાં એક મેસેજ કર્યો હતો.

મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું હતું કે, કેટલાક લોકો રૂમમાં ઘૂસી હેરાન કરે રહ્યાં છે. પીડિતાએ 6 ફેબ્રુઆરીએ કંટ્રોલરૂમમાં મેસેજ કર્યો હતો. ત્યારબાદ પીડિત મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં ફરજ બજાવતા IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂદ્ધ રજૂઆત કરી હતી. મહિલાએ વાડજ પોલીસને દહિયા પોતાનો પતિ હોવાનુ અને સાથે રાખતો ન હોવાની રજુઆત કરી હતી. ત્યારબાદ મહિલાએ દિલ્હી જઈને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીએ હતી. જવાબમાં ગૌરવ દહિયાએ 11 ફેબ્રુઆરી 2019 એ પોસ્ટ દ્વારા અરજી મોકલી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments