નાના અને મધ્યમ કક્ષાના સાહસિક એકમોને 2 લાખથી 10 કરોડની સહાય અપાય છે: સૌરભ પટેલ

0
18

પંચમહાલ જિલ્લામાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝ એકમોને (એમએસએમઇ) ગુણવત્તા સુધારણા યોજના હેઠળ બે એકમોની અરજી મંજૂર કરવામાં આવી હોવાની માહિતી એક લેખિત જવાબમાં આજે વિધાનસભાગૃહમાં માનનીય મુખ્યમંત્રી (ઉદ્યોગ) વિજય રૂપાણીએ આપ્યો હતો. આ એકમોને કેટલી રકમનું ચૂકવણું કરવામાં આવ્યું તે અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં મંત્રી સૌરભ પટેલે વિધાનસભાગૃહમાં સ્પષ્ટ કર્યું કે, તા.31/03/2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં પંચમહાલમાં આ પૈકીના કોઇ એકમને સહાય ચૂકવાયેલી નથી. આ પ્રશ્ન સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડીડોરે પૂછ્યો હતો.

આ દરમિયાન પૂછાયેલા અન્ય એક પૂરક પ્રશ્નના જવાબમાં એમએસએમઇ એકમોને કેટલી નાણાકીય સહાય/મદદ કઈ રીતે કરવામાં આવે છે, તેનો ખુલાસો કરતાં મંત્રી સૌરભ પટેલે ગૃહમાં જાણકારી આપી હતી કે, કેપિટલ, ક્વોલિટી સર્ટિફિકેશન, પેટર્ન રજિસ્ટ્રેશન, હાર્ડવેયર અને સોફ્ટવેયરની મદદ સહિતની વિવિધ શ્રેણીઓમાં અલગ-અલગ જરૂરિયાતો અને શરતોને આધીન રહીને બે લાખ, પાંચ લાખ, 25 લાખ, દસ લાખ, બે કરોડથી લઈને આશરે દસ કરોડ રૂપિયા સુધીની નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here