Monday, October 25, 2021
Homeગાંધીનગર : ગાર્ડનનાં વીજ થાંભલાને હાથ અડી જવાથી 21 વર્ષીય યુવકનું ઘટના...
Array

ગાંધીનગર : ગાર્ડનનાં વીજ થાંભલાને હાથ અડી જવાથી 21 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું

ગાંધીનગરના ભાટ ગામના ટીપી રોડ પર નિર્માણધીન ઔડા ગાર્ડનમાં મજુરી કામ કરતી વખતે ગાર્ડનનાં વીજ થાંભલાને હાથ અડી જવાથી 21 વર્ષીય શ્રમજીવી યુવકનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૂળ દાહોદના સુનીલ બદીયાં અને તેની પત્ની રમીલાબેન અડાલજ વિસ્તારમાં આવેલ ભાટ ટીપી રોડ પર ઔડા ધ્વારા બનાવવામાં આવતાં ગાર્ડનમાં મજુરી કામ કરે છે. દરરોજ અહીંના ગાર્ડનમાં કામ કરવાનું હોવાથી દંપતી અન્ય મજૂરો સાથે ગાર્ડન વિસ્તારમાં જ રહેતાં હતાં. ગઈકાલે પતિ પત્ની ગાર્ડનમાં કામ કરી રહ્યા હતા તે વખતે સુનિલ ગાર્ડનના ઘાસમાં પાણી છાંટી રહ્યો હતો. તે દરમિયાન સુનીલ ગાર્ડનમાં લગાવેલા વીજ થાંભલા પાસે પહોંચ્યો હતો. નવા બનતા ગાર્ડનમાં ઉભા કરાયેલા લાઇટના થાંભલામાં વીજ કરંટ ચાલુ હતો જેનાથી અજાણ સુનિલનો જમણો હાથ થાંભલાને અડકી ગયો હતો.

યુવકની પત્ની દોડીને ગઇ પણ સુનિલને કાળ ભરખી ગયો
સુનિલનો હાથ થાંભલાને અડકી જતાં વીજ પ્રવાહ શરીરમાં પ્રવેશવાથી સુનિલ તરફડિયા મારવા લાગ્યો હતો. આ બનાવના પગલે ગાર્ડનમાં કામ કરતી તેની પત્ની તેમજ મજૂરો તુરંત દોડી આવ્યા હતા. જોકે, તે લોકો સુનિલને બચાવવાનો પ્રયાસ કરે તે પહેલા જ તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

શ્રમિક દંપતિ છેલ્લા ઘણા સમયથી અહીંયા મજૂરી કામ કરતું હતું
આ બનાવની જાણ થતાં અડાલજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે નવા બનતા ગાર્ડનનું નિરીક્ષણ કરી ઘટના કેવી રીતે ઘટી તે બાબતે તપાસ શરૂ કરી હતી. આ અંગે હેડ કોન્સ્ટેબલ અરવિંદ જોશીએ જણાવ્યું હતું કે, શ્રમિક દંપતિ છેલ્લા ઘણા સમયથી અહીંયા મજૂરી કામ કરે છે ગઈકાલે ગાર્ડનમાં કામ કરતી વખતે સુનિલનો જમણો હાથ વીજળીનાં થાંભલાને અડી ગયો હતો જેનાં કારણે તેનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતા મૃતકના માતા-પિતા પણ મોડી રાત્રે આવી પહોંચ્યા હતા. આ અંગે ફરિયાદના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments